પાટણ2 મિનિટ પહેલા
- કૉપી લિંક

પયગંબર સાહેબ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અપમાનજનક ટીપ્પણી સાથે પોસ્ટ થતા પાટણ મુસ્લિમ સમાજ દ્વારા નારાજગી વ્યકત કરવામાં આવી છે. પાટણ કલેકટરને આવેદનપત્ર પાઠવી પોસ્ટ કરનાર સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
પાટણ મુસ્લિમ સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્રમા જણાવ્યું હતું કે, ઉમરેઠ તાલુકાના થામણાના જીગર પટેલે સોશિયલ મીડિયામાં મુસ્લિમ સમાજના પયગંબર વિરુદ્ધમાં અપમાનજનક પોસ્ટ મૂકી કોમવાદ ઉભો કરવાની કોશિશ કરી હોય તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેવી માગ સાથે પાટણ શહેર મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું મુસ્લિમ સમાજ ના આગેવાનોએ જણાવ્યું હતું.
પાટણ મુસ્લિમ સમાજ દ્વારા પયગંબર સાહેબ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે અપાયેલા આવેદનપત્રના કાર્યક્રમમાં પાટણ મુસ્લિમ સમાજના યુવાનો અને આગેવાનો જોડાયા હતા.