વિશ્વકર્મા ચોક પાસે બે બાઈક અથડાતા છાત્રનું મોત, માનસિક બીમારીથી કંટાળી યુવકે અગ્નિસ્નાન કર્યું | A student died when two bikes collided near Vishwakarma Chowk, the youth, tired of mental illness, took a fire bath | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

રાજકોટના મવડી ફાયર બ્રિગેડ પાસે આવેલા સરદાર નગર વિશ્વકર્મા ચોક પાસે ગઈકાલે રાત્રિના સમયે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા ગોંડલ રોડ આંબેડકર નગરમાં રહેતો આશિષ ગૌતમભાઈ શેઠીયા(ઉ.વ.17)નામનો યુવાન અને તેમના મિત્રને ગંભીર ઇજા થતાં તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યારબાદ બનાવને પગલે માલવીયા નગર પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ બન્નેના પરિવારને જાણ કરવામાં આવી હતી.ત્યારે આજે સવારે આશિષનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

બાઈકની સ્પીડ વધુ હતી
તેમના પિતા બાંધકામ કોન્ટ્રાકટર છે.પોતે બે બહેનનો એકનો એક ભાઈ હતો અને મોટો હતો.પોતે આત્મીય કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. પોલીસના જણાવ્યા મુજબ ગઈકાલે તે બહાર ગયો હતો અને તેમના મિત્ર સાથે ઘરે પરત ફરતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માત ને પગલે સામે જે બાઇક અથડાયું તે લોકોને પણ નાની મોટી ઇજાઓ થઈ હતી.યુવકના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.આ બનાવને પગલે માલવિયા પોલીસ મથકના સ્ટાફમાંથી જાણવા મળ્યું હતું કે અકસ્માત ને પગલે બંને બાઈકની સ્પીડ વધુ હતી અને ઘટના સ્થળના ફુટેઝ જોવા તેમજ ઘવાયેલો મિત્ર ભાનમાં આવ્યા બાદ હકીકત માલુમ પડશે.

માનસિક બીમારીથી કંટાળી યુવકે અગ્નિસ્નાન કર્યું
આજી વસાહતમાં આંબેડકરનગર-8 માં રહેતાં મનસુખભાઇ ત્રિકમભાઈ રાઠોડ (ઉ.વ.30) ગતરોજ બપોરે પોતાના ઘરે હતો ત્યારે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્તા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. મૃતકના સબંધીએ જણાવ્યા અનુસાર, મનસુખભાઇ લાંબા સમયથી માનસિક બીમારીથી પીડિત હતાં.જેનાથી કંટાળી ગઈકાલે તેમની માતા ઘર બહાર કામે ગયા ને દારૂના નશાની હાલતમાં શરીરે પેટ્રોલ છાંટી અંતિમ પગલું ભરી લીધું હતું. હતાં ત્યારે અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ હતો. બનાવથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.

રેલ્વેના પાટા પાસે દિવાલ સાથે બાઈક અથડાતા વૃદ્ધ વોચમેનનું મોત
વેલનાથપરા સામે સાગર પાર્ક મેઈન રોડ પર આવેલ રેલ્વેના પાટા પાસે સિમેન્ટની દિવાલ સાથે બાઈક ધડાકાભેર અથડાતા ચાલક કોળી વૃધ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર, સેટેલાઈટ ચોક પાસે સ્વસ્તીક વિલા શેરી નં.2માં રહેતા કિશોરભાઈ ધનજીભાઈ ડાબસરા (ઉ.60) ગઈકાલે સવારે બેડી ચોકડી પાસે રહેતા તેમના સાઢુભાઈની ઘરે ગયા હતા. જયાંથી તેઓ બપોરના સમયે બાઈક લઈ પોતાના ઘરે પરત ફરતા હતા ત્યારે મોરબી રોડ પર વેલનાથપરા સામે સાગર પાર્ક મેઈન રોડ રેલ્વેના પાટા પાસે સીમેન્ટના થાંભલા સાથે બાઈક અથડાતા વૃધ્ધને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજયું હતું. બનાવ અંગે એકઠા થયેલ લોકોએ તેના પુત્રને જાણ કરી હતી. બનાવ અંગે જાર થતા બી ડીવીઝન પોલીસને થતા જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો. મૃતક ધોળકીયા સ્કૂલમાં વોચમેન તરીકે નોકરી કરતા હતા અને સંતાનમાં બે પુત્ર ત્રણ પુત્રી છે. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم