વડોદરાના નારેશ્વર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં હલદરવાના વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત | Student of Haldarwa village drowned in Narmada river passing by Nareshwar village of Vadodara | Times Of Ahmedabad

વડોદરા16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કરજણના હલદરવા ગામના વિદ્યાર્થીનું નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત

વડોદરાના કરજણ તાલુકાના નારેશ્વર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબી જવાથી એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. નર્મદા નદીમાં ડૂબી જવાથી મોતને ભેટેલ યુવાન હલદરવા ગામનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

કરજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી
મળેલી માહિતી પ્રમાણે કરજણ તાલુકાના હલદરવા ગામમાં રહેતો કિશન મેલાભાઇ વસાવા (ઉં.વ.26) અંકલેશ્વર ખાતે ITIમાં અભ્યાસ કરતો હતો. આજે તે પોતાની મોપેડ લઇને અંકલેશ્વર ITI જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન તેનો મૃતદેહ તિર્થસ્થાન નારેશ્વર પાસેથી પસાર થતી નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. નર્મદા નદીમાંથી મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોએ આ અંગેની જાણ કરજણ પોલીસને કરી હતી.

ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ

ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ

મૃતદેહ જોઇ પરિવાર સ્તબ્ધ
કરજણ પોલીસને બનાવની જાણ થતાં સ્થળ પર દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટે કરજણ સામુહિક કેન્દ્રમાં મોકલી આપ્યો હતો. બીજી બાજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આ યુવાન હલદરવા ગામનો કિશન વસાવા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરતા તેઓ કરજણ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં કિશનનો મૃતદેહ જોઇ પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા.

મૃતકના પરિવારજનો.

મૃતકના પરિવારજનો.

કિશનના મોતનું રહસ્ય અકબંધ
કિશન વસાવાનું અકસ્માતે ડૂબી જવાથી મોત નીપજ્યું છે કે પછી તેણે નર્મદા નદીમાં પડતુ મૂકી આપઘાત કરી લીધો છે તે રહસ્ય છે. હાલ કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તિર્થ સ્થાન નર્મદા નદીમાંથી કિશનનો મૃતદેહ મળી આવતા તિર્થ સ્થાન નર્મદા નદીમાં સ્નાન કરવા માટે આવેલા શ્રધ્ધાળુઓમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم