મોડાસા સરકારી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના ઇ બ્લોકના વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો; ભોજનના બહિષ્કારનો નિર્ણય કર્યો | Students of E Block of Modasa Government Engineering College Hostel staged an uproar; Decided to boycott food | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)5 કલાક પહેલા

  • કૉપી લિંક

સરકારી હોસ્ટેલ હોય કે બિન સરકારી વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર જમવાનું મળે એ ખાસ જરૂરી છે. ત્યારે મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજ હોસ્ટેલના ઇ બ્લોકમાં વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.

મોડાસામાં આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજ હોસ્ટેલના ઇ બ્લોકમાં 450 જેટલા વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓને મેસ કોન્ટ્રાક્ટર દ્વારા ભોજનમાં જીવાત વાળું ભોજન આપવામાં આવતું હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. છેલ્લા એક મહિનાથી ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે.

વિદ્યાર્થીઓએ પ્રોફેસર અને મેસ કોન્ટ્રાક્ટરને અનેક વખત રજૂઆત કરી છે પણ ભોજનની ક્વોલિટીમાં કોઈ ફરક પડતો નથી. આવું ખરાબ જમવાનું જમવાથી વિદ્યાર્થી બીમાર પણ પડી ગયો છે. ત્યારે વિદ્યાર્થીઓની માગ છે કે, શુદ્ધતા સભર ભોજન આપવામાં આવે.

આ અંગે સરકારી ઇજનેરી કોલેજના પ્રોફેસરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી હતી. તેઓએ વિદ્યાર્થીઓ પાસે એક સપ્તાહ જેટલો સમય માગ્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓએ આ બાબતે કોઈ જ સમાધાન કર્યું ના હતું. ભોજનનો બહિષ્કાર કરવાની વાત મૂકી હતી.

વિદ્યાર્થીઓની આ તકલીફના કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓની વ્હારે આવ્યા હતા અને કોલેજના પ્રોફેસર અને મેસ કોન્ટ્રાક્ટરને ભોજનની ગુણવત્તા બાબતે રજૂઆત કરી હતી. છતાં મેસ કોન્ટ્રાક્ટરનો સંતોષકારક જવાબ ન મળતા છેવટે વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં આપતા ભોજનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post