બનાસકાંઠા (પાલનપુર)38 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાલનપુરમાં વિશિષ્ટ વ્યક્તિ અને ધાર્મિક પ્રતિમાઓને વાર તહેવારે કે વિવિધ જન્મજયંતીના અવસરે અથવા રાષ્ટ્રીય તહેવારોના દિવસે આ તમામ સ્ટેચ્યુઓની સાફ-સફાઈ કરી ફૂલહાર વિધિ કરી સજાવવામાં આવે છે. પરંતુ તે દિવસ પૂર્ણ થયા બાદ ફરી કોઈ આ સ્ટેચ્યુની દરકાર સુધ્ધાં લેતું નથી. જેમાં શહેરમાં વાહનોના ધુમાડા, ધૂળ તેમજ આકાશમાં ઉડતા પક્ષીઓના ચરખ આ પ્રતિમાઓ પર પડે છે. જેને લઇને પ્રતિમાઓ ગંદી થઈ જાય છે.આથી સ્વચ્છતા કામ હાથ ધરાયું હતું.
આજની યુવા પેઢી સમજે અને દેશના અન્ય નાગરિકોને પણ સંદેશો પહોંચે અને ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી આવતીકાલે બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે પાલનપુર શહેરના સીમલા ગેટ વિસ્તારમાં મૂકેલી દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ની સાફ સફાઈ કરી તેમજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ બનાસ ડેરીના આદ્ય સ્થાપક વલ્લભભાઈ પટેલ તેમજ અન્ય પ્રતિમાઓને પાલનપુર શહેરની નામાંકિત સંસ્થા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંચાલિત સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ અને પ્રાધ્યાપીકા બહેનો દ્વારા પાલનપુર શહેરના વિવિધ સ્થળો ઉપરના સ્ટેચ્યુ ની ઉત્સાહપૂર્વક સાફ-સફાઈ કરવામાં આવી હતી.
સ્ટેચ્યુની સફાઈ કરી પાણી દ્વારા સુંદર રીતે ધોઈને સ્ટેચ્યુ ઉપર જામેલ ધૂળ અને કચરો દૂર કરવામાં આવ્યો હતો. તદુપરાંત આ વિદ્યાર્થીનીઓ દ્વારા દર મહિને એકવાર સફાઈ કરી આ સ્ટેચ્યુની જાળવણી કરવાની પણ નેમ લેવામાં આવી હતી. આ સમગ્ર આયોજન સોળ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુરના પ્રમુખ રમેશભાઈ પટેલની પ્રેરણા હેઠળ સ્વસ્તિક મહિલા કોલેજના આચાર્ય નેહલબેન પરમાર અને અન્ય અધ્યાપિકા બહેનો રોશનીબેન પ્રજાપતિ, દિશાબેન દરજી અને અલકાબેન પરમાર તેમજ કોલેજની દીકરીઓ દ્વારા કરાયું હતું.