ડાંગ (આહવા)એક કલાક પહેલા
- કૉપી લિંક
ડાંગ જિલ્લામાં 15-20 દિવસ પાડેલા કમોસમી વરસાદે છેલ્લા 4-5 દિવસથી વિરામ લીધો હતો. ત્યારે ગઈકાલથી ફરી આકાશમાં વાદળો દેખાય હતા. જે આજે પણ સવારથી કાળા ડીબાંગ વાદળોએ દસ્તક દેતા સુબીર પંથકમાં કમોસમી વરસાદ પાડ્યો હતો.
હાલ ડાંગમાં ડુંગળીનો પાક તૈયાર થઈ જતાં ખેડુતો તેની કાપણીમાં જોતરાઈ ગયા છે, પરંતુ સતત પાડેલા કમોસમી વરસાદ અને કરાના કારણે ડુંગળીનો પાક સડી જવા પામ્યો છે. આંબાળિયા ગામના ખેડૂતને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આ વખતે ડુંગળીના પાકનો ઉતાર સારો આવ્યો હતો પરંતુ સતત પડેલા કમોસમી વરસાદના કારણે ડુંગળીનો પાક સડી ગયો છે અને જે સારા દેખાય છે. એ પણ લાંબા સમય સુધી ટકી શકે એમ નથી. જેથી ડુંગળીનો ભાવ પણ સારો મળશે એમ જણાતું નથી.

અન્ય સમાચારો પણ છે…