27 મિનિટ પહેલા
- કૉપી લિંક
આખરે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. દિવાળીના તહેવારોમાં ઝૂલતા બ્રિજની દુર્ઘટના થઈ હતી. જેમાં ઓરેવા દ્વારા પુલ શરૂ કરી દેવાતા દુર્ઘટના બની હતી. જેમાં મોરબી પાલિકાને જવાબદાર ઠેરવવામાં આવી હતી.
135નો ભોગ લેનાર ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં આખરે રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દીધી છે. 52 સભ્યોની મોરબીપાલિકાને સુપરસીડ કરતા વહીવટ અધિક નિવાસી કલેક્ટર નરેન્દ્ર મુછાળને સોંપાયો છે. હાઈકોર્ટના ડાયરેક્શન બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
30 ઓક્ટોબર 2022ના રોજ ઘટેલી મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાએ દેશભરને હચમચાવી મૂક્યો હતો. પુલના નવીનીકરણ બાદ ખુલ્લા મૂકાયાના ગણતરીના દિવસોમાં ગોઝારી ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ કેસને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે પણ ગંભીરતાથી લઇ રહ્યા હતા. ઝૂલતો પુલ તૂટી પડવા મુદ્દે હાઇકોર્ટમાં સૂઓમોટો કરાવામાં આવી હતી. સૂઓમોટો અને પીએલઆઇની મુદ્દે હાઇકોર્ટે મોરબી પાલિકાને પક્ષકાર તરીકે જોડાવા માટે અગાઉ નોટીસ ફટકારી હતી.
સરકારે પાલિકાને નોટીસ ફટકારી હતી
મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની હિલચાલ અંગે હિલચાલ જોવા મળી રહી છે. જે અંતર્ગત ફેબ્રુઆરીમાં સરકારે મોરબી નગરપાલિકાને નોટીસ ફટકારીને નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેનો જવાબ આપવા એક સપ્તાહની મુદત આપી હતી અને જવાબ આપવા જણાવ્યું છે. જેમાં પાલિકા સુપરસીડ ન કરવા વિનંતી કરી હતી.