સુરત14 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરત સીટી બસમાં લોકો જીવના જોખમે કરી રહ્યા છે સવારી
સુરતમાં સિટી બસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇલર થયો છે. આ સિટી બસના દરવાજે લોકો જીવના જોખમે લટકીને મુસાફરી કરતા નજરે પડે છે. ત્યારે આવી જોખમી મુસાફરી દરમિયાન જો કોઈ દુર્ધટના બહને તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે. સમય અંતરે આ પ્રકારના વીડિયો સામે આવતા રહે છે.

કેટલાક રૂટ ઉપર સિટી બસમાં જોખમી સવારી
સુરત શહેર હવે વિકસતું શહેર છે અને દેશના અનેક રાજ્યોમાંથી લોકો રોજગારી માટે સુરત શહેરમાં આવતા હોય છે. શહેરમાં મોટા ભાગના લોકો કામ ધંધે તેમજ શાળા કોલેજમાં જવા સિટી બસનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે સુરતમાં સિટી બસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. સુરતમાં વાઇરલ થઈ રહેલા સિટી બસના વીડિયોમાં જોઇ શકાય છે કે, બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી છે.

કેટલાક મુસાફરો બસમાં લટકીને જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. બસની કેપેસીટી કરતા પણ વધુ મુસાફરો બસમાં ભર્યા છે અને કેટલાક લોકો બસના દરવાજે લટકતા જોવા મળી રહ્યા છે. ત્યારે સવાલ અહીં એ ઉભો થાય છે કે, જો આવી જ રીતે જોખમી મુસાફરી દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? શા માટે આવી મોટી બેદરકારી રાખવામાં આવી રહી છે?

ચાલુ બસે નીચે પટકાત તો મોત પણ થઈ શકે
ભૂતકાળમાં પણ સિટી બસમાંથી લોકો પટકાયા હોવાની ઘટના સામે આવી ચૂકી છે. ત્યારે આવી રીતે જોખમી મુસાફરી કરવી કેટલી યોગ્ય છે તે એક મોટો સવાલ અહીં ઉભો થયો છે. તંત્ર પણ આ મામલે તકેદારી રાખે તે ખૂબ જ જરૂરી બન્યું છે અને લોકો પણ આવી રીતે જીવના જોખમે મુસાફરી કરવાનું ટાળે તે તેમના હિતમાં છે. આવી રીતે ખીચોખીત ભરેલી બસો દોડતી હોય છે ત્યારે દુર્ઘટના થાય છે. ચાલુ બસે કોઈ મુસાફર રસ્તા ઉપર પટકાય તો ગમે તે રીતે ઇજાગ્રસ્ત થઈ શકે છે અથવા તો તેનું મોત પણ થઈ શકે છે.