સુરતના વેવાઈનું હાર્ટ એટેકથી મોત, મૃતદેહ જોઈ વેવાણને પણ આવ્યો હાર્ટ એટેક, પરિવાર શોકમાં ગરકાવ | Surat's Vewai dies of heart attack, Vevan also suffers heart attack after seeing dead body, family mourns | Times Of Ahmedabad

સુરત24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પાંડેસરામાં હાર્ટ એટેક થી વેવાઈ અને વેવાણના મોત નીપજ્યા - Divya Bhaskar

પાંડેસરામાં હાર્ટ એટેક થી વેવાઈ અને વેવાણના મોત નીપજ્યા

સુરતમાં આજે હાર્ટ એટેકને લઈ ખૂબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં એક જ ઘરમાં બે ના હાર્ટ એટેકથી મોત થયા હોવાની ઘટના બનવા પામી છે. પાંડેસરા વિસ્તારમાં ગોપાલ નગર ખાતે વેવાઈ અને વેવણના હાર્ટ એટેકથી મોત થયા છે. ગોપાલ નગરમાં રહેતા વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયા બાદ તેની અંતિમ વિધિમાં આવેલ વેવાણ મોતને ભેટેલા વેવાઈને જોતા જ વેવાણને પણ હાર્ટ એટેક આવી ગયો હતો અને મોત નીપજ્યું હતું. ત્યારે પાંડેસરા વિસ્તારમાં એકજ ઘરમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જેને લઇ પરિવાર ઘેરા શોકમાં મુકાયો હતો.

સમગ્ર ગુજરાતમાં હાર્ટ એટેકને લઈ વધી રહેલા મોત ની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. હસતા રમતા વ્યક્તિઓમાં અચાનક જ હાર્ટ અટેક આવીને મોત થઈ રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે સુરતમાં આજે ખૂબ જ ચોકાવનારી હાર્ટ એટેકની ઘટના બનવા પામી છે.સુરતના પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલ ગોપાલ નગરના P/282 ઘરમાં રહેતા 66 વર્ષીય નરેશ ગોરખ ભાઈ ગુરવને આજે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. નરેશભાઈભાઈ આજે સવારે ઉઠીને પેપર લેવા ગયા હતા અને ત્યારબાદ ઘરે આવીને ચા નાસ્તો કર્યો હતો. દરમિયાન અચાનક તેમને છાતીમાં દુખાવો થયો હતો અને તબિયત થઈ હતી. જેથી તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.

વેવાઈને જોઈ વેવાણ હાર્ટ એટેકથી ઢળી પડ્યા

નરેશભાઈનું અચાનક મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. અચાનક મોતની ખબર નરેશભાઈ ના પરિવારમાં અને સમાજમાં જાણ કરવામાં આવતા તેમના સ્નેહીજનો ઘરે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન નરેશભાઈના વેવાઈ વેવણ પણ અંતિમવિધિ માટે ઘરે આવ્યા હતા. ત્યારે નરેશભાઈના 50 વર્ષીય વેવણ આશાબેન આવ્યા હતા. દરમિયાન વેવણ આશાબેન ને વેવાઈના મૃદય પાયે પહોંચી અને તેમને જોતા જ તેઓ પણ અચાનક ઢળી પડ્યા હતા. વેવણ આશાબેનને હાર્ટ એટેક આવ્યા થી જમીન પર ઢળી પડી ત્યાં જ મોત થયું હોવાનું હોવાનું પરિવારજનો જણાવ્યું હતું.ત્યારે આ ઘટનામાં વેવાઈ-વેવણનું હાર્ટ એટેકથી મોત થયું હોવાથી ઘટના બનવા પામી હતી.

પરિવારના સબંધી બાબુભાઈ ગુરવે જણાવ્યું હતું નરેશભાઈ પેપર લેવા માટે બહાર ગયા હતા અને ઘરે આવ્યા બાદ નાસ્તો કર્યો હતો અને ત્યારબાદ તેઓની તબિયત લથડી હતી જેથી અમે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેઓનું મોત થયું હતું. બીજી તરફ તેઓની અંતિમવિધિમાં તેમની દીકરીના સાસુ એટલે કે વેવણ આવી હતી અને તેઓ પણ વેવાઈ ના મૃત દેહ પાસે થોડી જ વારમાં બેભાન થઈને ઢળી પડ્યા હતા અને તેઓને પણ એટેક જ આવ્યો હોવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું.

એક જ ઘરમાં બે ના મોતથી પરિવાર શોકમાં ગરકાવ

પાંડેસરા ના ગુરવ પરિવારમાં એક જ ઘરમાં બે ના મોત થવાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. એકનજ પરિવારમાં વેવાઈ અને વેવણના હાર્ટ એટેકથી મોત થઈ ગયા હતા.પહેલા વેવાઈ ને હાર્ટ એટેક આવ્યો હતો.ત્યારબાદ વહુના પિતાના મોતના શોકમાં આવેલ વેવણને હાર્ટ એટેક આવ્યો અને વેવાઈના ઘરે જ વેવણ અચાનક ઢળી પડતાં પાંડેસરામાં એકજ ઘરમાં બે વ્યક્તિના મોત થયા હતા. જેને લઇ પરિવાર એક ના મોતના શોકમાં હતું ત્યાં બીજાનું મોત થઈ જતા પરિવાર અને સ્નેહીજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

أحدث أقدم