સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે સરકારી કર્મીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સૂચનાઓ આપી | Surendranagar District Collector gave instructions to complete pending pension cases of government employees, inspection of subordinate offices, pending private report | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar District Collector Gave Instructions To Complete Pending Pension Cases Of Government Employees, Inspection Of Subordinate Offices, Pending Private Report

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર કલેકટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરે સરકારી કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.

સંકલનની ભાગ-1ની બેઠકમાં ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે સુરેન્દ્રનગર જિલ્લામાં સૂક્ષ્મ, લઘુ અથવા મધ્યમ ઉદ્યોગો સ્થાપવા માટેની આવતી અરજીઓ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં સબસીડી માટે આવેલી અરજીઓ મંજૂર કરવા બાબતે તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઈ ડોરીયાએ ધ્રાંગધ્રા તાલુકાના કોપરણી ગામે 100 ચોરસ વાર ઘરથાળના પ્લોટનો કબ્જો આપવા બાબતે વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને પ્રશ્નોના સમયમર્યાદામાં નિકાલ કરવાની સુચના આપી હતી.આ બેઠકમા જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ રાયજાદા, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post