સુરેન્દ્રનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટના જજ પી.એસ.ગઢવી દ્વારા તેમની કોર્ટમાં ચાલતા સેશન્સ કેસ નં. 39/2018ના કામે આરોપી મુકેશજી છનાજી પ્રહલાદજી ઠાકોર ( રહેવાસી, સુરજગામ ભગતવાળો વાસ, તા : કડી જિ:મહેસાણા ) ( હાલ રહેવાસી, સુરજગામની સીમ જાકાસણાના જુના મારગે પ્રહલાદજી રાધુજી ઠાકોરનો બોર, તા: કડી જિ:મહેસાણા ) ઉપર ક્રિ.પ્રો.કોડની કલમ-82 મુજબ આરોપીને હાજર થવા માટે જાહેરનામું ફરમાવવામા આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે આરોપી મુકેશજી છનાજી પ્રહલાદજી ઠાકોરે ઈ.પો.કો.કલમ 379, 308, 285, 114, 120 B તેમજ પ્રીવેન્શન ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ -3 તથા પેટ્રોલિયમ એન્ડ મીનરલ્સ પાઇપલાઇન એમેન્ડમેનટ એક્ટ 2011ની કલમ 15(1), 15(2), 15(4) અને 16(A) તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ -3 અને 7મુજબનો શિક્ષાપાત્ર ગુનો કર્યો છે, અથવા કર્યો હોવાનો શક છે અને તે ઉપરથી કાઢેલા ધરપકડ વોરંટ ઉપર એવો શેરો થઈને આવ્યો છે કે, સદરહું આરોપી મુકેશજી છનાજી પ્રહલાદજી ઠાકોર ( રહેવાસી સુરજગામ ભગતવાળો વાસ, તા: કડી જિ:મહેસાણા ) ( હાલ રહેવાસી સુરજગામની સીમ જાકાસણાના જુના મારગે પ્રહલાદજી રાધુજી ઠાકોરનો બોર, તા: કડી જિ:મહેસાણા ) મળી આવતા નથી, અને એવી ખાતરી કરાવવામાં આવી છે કે, આરોપી ફરાર થયેલો છે અથવા સદરહું વોરંટ પોતાના ઉપર બજે નહીં તે માટે સંતાતા ફરે છે.
આથી આ જાહેરનામું કાઢીને આરોપી મુકેશજી છનાજી પ્રહલાદજી ઠાકોરને સદરહું ફરિયાદનો જવાબ આપવા સારું જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-30માં સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટ સમક્ષ સવારના 10-30 કલાકે પોતાની જાતને સરન્ડર કરવા અથવા સેશન્સ જજ સમક્ષ હાજર થવા ફરમાવવામાં આવ્યું છે.