જેતપુરના દેરડીમાં ધોલાઈ ઘાટના ઝઘડામાં જૂથ અથડામણ, આધેડનું મોત, એક યુવાન લોહીલૂહાણ, SUV કારમાં હથિયારો મળ્યા | two group between war so one man death in jetpur | Times Of Ahmedabad

રાજકોટ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જેતપુર તાલુકાનાં દેરડી ગામે સાડીના ધોલાઈ ઘાટના ઝઘડામાં આજે સવારે બે જૂથ વચ્ચે ધારિયા-ધોકાથી મારામારી થઈ હતી. આ જૂથ અથડામણમાં કટુભાઈ ધાંધલ નામના આધેડની હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી નંખાતા સનસનાટી મચી જવા પામી છે. જ્યારે એક યુવાન લોહીલૂહાણ બનતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

એક સમાજના બે જૂથ વચ્ચે જૂથ અથડામણ
આ ઘટનાને પગલે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે મૃતકના સમાજના લોકોના ધાડેધાડા ઉમટી પડ્યા હતા. આ ઘટના અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેતપુર તાલુકાનાં દેરડી ગામે સાડીનાં ધોલાઈ ઘાટના મુદ્દે મોણપર ગામના એક સમાજના બે જૂથ વચ્ચે છેલ્લા આઠ દિવસથી ઝઘડો થતા માથાકૂટ ચાલતી હતી.

હથિયારો સાથેની કાર પોલીસે કબ્જે કરી.

હથિયારો સાથેની કાર પોલીસે કબ્જે કરી.

ઇજાગ્રસ્ત યુવાનને જેતપુર હોસ્પિટલ ખસેડાયો
આ ઝઘડો વણસતા આજે સવારનાં દેરડી ગામે મોણપર ગામનાં ઉમટી પડેલા એક સમાજના બે જૂથના સદસ્યો એકબીજા પર ધારિયા, ધોકા અને કુહાડી સાથે તૂટી પડ્યા હતા. આ જૂથ અથડામણમા કટુભાઈ ધાંધલ નામના આધેડને ગંભીર ઈજા થતા તેઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત જેતપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં અન્ય એક યુવાનને પણ ઈજા પહોંચી હોય તેઓને જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

લોહીલૂહાણ થયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.

લોહીલૂહાણ થયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.

હોસ્પિટલમાં લોકોના ધાડેધાડા ઉમટી પડ્યા
આ જૂથ અથડામણમાં જેની હત્યા થઈ છે તે કટુભાઈ ધાંધલ જેતપુર તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ ધાંધલના કૌટુબિક થાય છે. આ ઘટનાને પગલે તાલુકાનાં દેરડી ગામે તેમજ જેતપુર સરકારી હોસ્પિટલમાં લોકોના ધાડેધાડા ઉમટી પડ્યા છે. આ ઘટનાને પગલે પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે દેરડી તથા મોણપર ગામે બંદોબસ્ત ગોઠવી દીધો છે. દરમિયાન બનાવમાં પોલીસે દેરડી ગામેથી હથિયારો ભરેલી એસયુવી કાર પકડી પાડી છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

હોસ્પિટલમાં પરિવારજનો ઉમટી પડ્યા.

હોસ્પિટલમાં પરિવારજનો ઉમટી પડ્યા.

પૂર્વ આયોજીત કાવત્રુ રચી હત્યા કરાયાનો આક્ષેપ
મૃતક કટુભાઈના પરિવારજને જણાવ્યું હતું કે, 15-20 દિવસ પહેલા બાઘુ અને રવુ કટુભાઈના ઘરે ઝઘડો કરવા આવ્યા હતા. આ બન્નેએ એવું કહ્યું હતું કે, ધોલાઈ ઘાટમાં અમને શું કામ ના પાડો છો, આ બાબતમાં એ લોકોએ પૂર્વ આયોજીત કાવત્રુ રચી કટુભાઈની હત્યા કરી છે. ધારિયા અને કુહાડીના ઘા મારવામાં આવ્યા હતા.

મૃતક કટુભાઈના મૃતદેહને પીએમ માટે જેતપુર હોસ્પિટલ ખસેડાયો.

મૃતક કટુભાઈના મૃતદેહને પીએમ માટે જેતપુર હોસ્પિટલ ખસેડાયો.

અમે દોડી ગયા તો હુમલાખોરો નાસી છૂટ્યા
પરિવારજને વધુમાં જણાવ્યું હતું કે, કટુભાઈ પોતાના રોજિંદા સમય મુજબ દેરડી ગામમાં બેઠા હોય આ લોકો મારવા આવ્યા હતા. માર મારીને એ લોકો નાસી ગયા હતા. કિશોરભાઈ ધાધલે મને જાણ કરી કે, કટુભાઈને માર મારે છે. આથી અમે દોડી ગયા તો એવું લાગ્યું કે આમાં હવે કાંઈ નથી.

(તસવીરોઃ હિતેશ સાવલિયા, જેતપુર)

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post