Monday, April 24, 2023

આણંદ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો, લોકોની ફરિયાદો સાંભળીને મહત્તમ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો | Taluka Swagat program was held under the chairmanship of Anand Provincial Officer, after listening to the complaints of the people, maximum applications were positively disposed of. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Taluka Swagat Program Was Held Under The Chairmanship Of Anand Provincial Officer, After Listening To The Complaints Of The People, Maximum Applications Were Positively Disposed Of.

આણંદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત સરકારના ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નાગરિકો સરકારના લોકાભિમુખ વહીવટથી અવગત થાય અને તેનો મહત્તમ લાભ લે માટે એપ્રિલ માસના ચોથા સપ્તાહને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત પ્રાંત અધિકારી વિમલ બારોટના અધ્યક્ષસ્થાને આણંદ તાલુકા પંચાયત ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, આણંદ તાલુકા સ્વાગત માટે 188 પ્રશ્નો આવ્યાં હતા. જેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. આ ફરિયાદો જે વિભાગોને લાગુ પડતી હતી તેમને મોકલીને જવાબો મેળવવામાં આવ્યાં હતા. તેમજ આ જવાબો અરજદારોને મોકલી આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 43 અરજદારો હાજર રહ્યા હતા. હાજર રહેલા અરજદારોની ફરિયાદો સાંભળીને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને મહત્તમ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ થયો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર પ્રાર્થ ગૌસ્વામી, નિલેશ રબારી, તાલુકા વિકાસ અધિકારી મહાવીરસિંહ ચાવડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હવે વાસદ ગામના ગ્રામજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે
વાસદ ગામને નેશનલ હાઇવે સુધી જોડતા માર્ગનો પ્રશ્ન લઈને તાલુકા સ્વાગતમાં આવેલા પુનમભાઇ પરમારે જણાવ્યું હતું કે, અમારા ગામ નજીક ટોલનાકું હોવાથી મોટી સંખ્યામાં વાહનો ગામમાંથી પસાર થતા હોવાથી ગ્રામજનોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. આથી જો ગામને નેશનલ હાઈવે સુધી જોડતો રસ્તો બનવવામાં આવે તો લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે તેમ હોઈ મે સ્વાગત કાર્યક્રમમાં એક જાગૃત નાગરિક તરીકે પ્રશ્ન રજુ કરતા તેનું હકારત્મક નિરાકરણ થયું છે.

વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હલ થયો
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં તેમના પ્રશ્નનો ઝડપી ઉકેલ મળતા હર્ષની લાગણી વ્યક્ત કરતા ગાના ગામના ઉમેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, મારા ઘર પાસે પેવર બ્લોકનું કામ થયું હતું. જે બાદ કમોસમી વરસાદ થવાથી મારા ઘર પાસે પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી. આથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સંભાવનાને ધ્યાને લઈ મેં સ્વાગત કાર્યક્રમમાં મારો પ્રશ્ન મુકતા પ્રાંત અધિકારીશ્રી અને તલાટીએ મને મે મહિનાના અંત સુધીમાં પાણીના નિકાલ માટેનું કામ પુર્ણ કરવાની બાહેંધરી આપી છે, જેનાથી મને સંતોષ છે.

સરકાર ન્યાયિક રીતે અને તટસ્થતાથી કામ કરી રહી છે
સ્વાગત કાર્યક્રમમાં રસ્તાનો પ્રશ્ન લઈને આવેલા મોગરી ગામના બિપિનચંદ્ર પટેલે જણાવ્યું હતું કે, મારી વાડીએ જવાના રસ્તા ઉપર દબાણ કરવામાં આવતા આ રસ્તો બંધ થઈ ગયો હતો. જે બાબતે મેં સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કરી હતી. મારી રજુઆત સાંભાળીને પ્રાંત અધિકારીએ સંબંધિત અધિકારીઓને રસ્તો ખુલ્લો કરવા સુચના આપી હતી. સ્વાગત કાર્યક્રમ થકી ગુજરાત સરકાર અને સરકારના અધિકારીઓ ન્યાયિક અને તટસ્થતાપુર્વક ખુબ સારૂ કામ કરી રહ્યા છે. આજે દરેક નાગરિકને એમ થાય કે આ એમની જ સરકાર છે. મારા ઘણા સમયથી પડતર પ્રશ્નનો ફક્ત 5-7 મિનિટમાં ઉકેલ મળ્યો છે, આ માટે હું સરકાર અને સંબંધિત અધિકારીઓનો ખુબ ખુબ આભાર માનું છું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: