વડોદરામાં પશુ ચિકિત્સકોની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ ઓપરેશન કરી પ્રસુતિથી પીડાતી બિલાડીને નવજીવન આપ્યું | A team of veterinarians in Vadodara resuscitated a cat in labor after a three-hour operation. | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
બિલાડીનું તબીબોએ ઓપરેશન કરી જીવ બચાવ્યો - Divya Bhaskar

બિલાડીનું તબીબોએ ઓપરેશન કરી જીવ બચાવ્યો

રાજયની અબોલ પશુ પક્ષીઓની સારવાર માટે 1962 કરુણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે.આ સેવા અબોલ જીવો માટે સાચા અર્થમાં સંજીવની સમાન પુરવાર થઈ રહી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વિશ્વામિત્રી ટાઉશિપ પાસે બિલાડી પ્રસુતિની પીડાથી પીડાતી હતી. પ્રસુતિથી પિડાતી બિલાડીનું ત્રણ કલાક ઓપરેશન કરી નવજીવન આપ્યું છે.

બે ટીમોની મદદ લેવાઇ
મળેલી માહિતી પ્રમાણે માંજલપુર વિસ્તારમાં પ્રસુતિથી પિડાતી બિલાડીની વેદના જોઈ સ્થાનિક રાજેશભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિએ બિલાડીને પોતાના ઘર પાસે આશરો આપી 1962 પર કરુણા એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. મેસેજ મળતાજ માંજલપુર વિસ્તારમાં પશુ ચિકિત્સક ડો.ચિરાગ પરમાર પહોંચી ગયા હતા. ડોક્ટરે તપાસ કરતા બિલાડી બહુ જ પીડામાં હતી અને બચ્ચું પણ અંદર મૃત્યુ પામ્યું હોવાનું માલુમ પડ્યું હતું. અન્ય એક કરુણા એમ્બ્યુલન્સને પણ સારવાર દરમિયાન મદદ કરવા માટે બોલવામાં આવી હતી જેમા ડો. હસન અલી તથા પાયલોટ જયેશ બારીયા પણ ઘટના સ્થળ પર આવી ગયા હતા. અને બંને કરુણા એમ્બ્યુલન્સ દ્વારા બિલાડીનો જીવ બચાવ્યો હતો.

કરુણા એમ્બ્યુલન્સનની બે ટીમે બિલાડીને બચાવી

કરુણા એમ્બ્યુલન્સનની બે ટીમે બિલાડીને બચાવી

ત્રણ કલાક ઓપરેશન ચાલ્યું
ડો. ચિરાગ પરમાર અને ડો. હસન અલીની સૂઝબુઝને કારણે બિલાડીનું સફળ ઓપરેશન કરી ત્રણ કલાકની ભારે જેહમત બાદ બિલાડીને નવું જીવનદાન આપવામાં આવ્યું હતું. કરુણા એમ્બ્યુલન્સે અત્યાર સુધીમાં 38268 થી પણ વધુ પશુ-પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. જેમાં મેડિકલ 12741 મેડિકલ સપ્લાય 2605 સર્જીકલ 19373 ગાયનોકોલીજીક 332 અને અન્ય 3317 કેસનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم