પાટણની કર્મભૂમિ સોસાયટીમાં સામાન્ય પાઇપ લીકેજ રીપેર કરવા ગયેલી ટીમે જેસીબીથી ખોદકામ કરતા ડ્રેનેજ પાઇપમાં મોટું નુકસાન | A team that went to repair a common pipe leakage in Karmabhoomi Society, Patan, found a major damage in the drainage pipe while excavating from JCB. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Team That Went To Repair A Common Pipe Leakage In Karmabhoomi Society, Patan, Found A Major Damage In The Drainage Pipe While Excavating From JCB.

પાટણ4 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરની કર્મભૂમિ સોસાયટીમાં સામાન્ય પાઇપ લીકેજ થતા આ સોસાયટીના રહીશોએ નગરપાલિકાના વોટર વર્ક શાખાના અધિકારી ભરતભાઈ મોદીને ફોન ઉપર ફરિયાદ લખાવતા કારીગરોને મોકલી સામાન્ય જે પાઇપ લીકેજ હતી તેને રિપેર કરી શકાય તેમ હતી ત્રિકમ વડે ખોદકામ કરીને કામ થઈ શકે તેવું હતું તેની જગ્યાએ કારીગરોએ અનગઢ આવડતથી કામ લેતા જેસીબી બોલાવી ખોદકામ કરવાથી પાણીની પાઇપ તો ઠીક પરંતુ ડ્રેનેજ પાઇપને પણ ખૂબ મોટું નુકસાન કર્યું હતું. તેમજ કામ અધૂરું મૂકી ચાલ્યા ગયા હતા આના કારણે સોસાયટીના રહીશોને પોતાના ઘરે જાવું મુશ્કેલ બની ગયું હતું અને રોડ ઉપર કિચડ કિચડ થઈ જવાથી આવતા જતા મુસાફરોને પણ મુશ્કેલી પડતી હતી.

સોસાયટીના રહીશ દ્વારા વોટર વર્કસના ભરતભાઈને ફોન કરતા ફોન ઉપાડવામાં આવતો ન હતો. જ્યારે પણ કોઈ પણ કામગીરી નગરપાલિકા દ્વારા થતી હોય ત્યારે તેનું યોગ્ય નિરીક્ષણ કરી તેની કામગીરી કઈ રીતે થઈ શકે છે તે તપાસી કામ હાથ ધરવું જોઈએ તેની જગ્યાએ નગરપાલિકાના વોટર વર્કસના ભરતભાઈ મોદી ડોક્યુ પણ કરવા આવ્યાં ન હતા અને ફોન ઉપર સંતોષકારક જવાબ પણ આપતા ન હતા . પ્રજાના પ્રશ્નોને યોગ્ય ન્યાય નહીં મળે તો ફરી લોકસભાની ચૂંટણીમાં પણ આ નગરપાલિકાના કારણે પરિણામ ભોગવવું પડશે તેવું સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકાના પ્રમુખને પણ કર્મભૂમિ સોસાયટીના રહીશોએ બે ત્રણ ફોન કરવા છતાં તેઓએ પણ ફોન રિસીવ કર્યા ન હતા જો આવી રીતે જ નગરપાલિકા તંત્ર પ્રજાના કામ નહીં કરે તો તેનું ચોક્કસ પરિણામ નગરપાલિકા તંત્ર ભોગવશે તેવું આ વિસ્તારના રહીશોનું કહેવું છે. પ્રજાનો પણ હક છે તેઓ વેરા ભરે છે તો નગરપાલિકાએ તેઓના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવું જોઈએ તેવું આ વિસ્તારના રહીશો જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…