આણંદમાં વિદ્યાર્થીને માર મારનાર ત્રણ ઈસમો ઝડપાયા, કેન્ટીનમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ચપ્પુ માર્યું હતું | Three arrested for beating up student in Anand, slapped in canteen over petty brawl | Times Of Ahmedabad

આણંદ6 કલાક પહેલા

  • કૉપી લિંક

આણંદ શહેરની ગ્રીડ ચોકડી પર આવેલી કોમર્સ કોલેજના કેમ્પસમાં કેન્ટીનમાં બે વિદ્યાર્થી જુથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એક વિદ્યાર્થીને ચપ્પાના ઘા ઝીંકી દેતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મોડી રાત્રે શહેર પોલીસે હુમલાખોર યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ત્રણ યુવકોને ધરપકડ કરી છે.

આણંદ વિદ્યાનગરમાં કોલેજોની આસપાસ કોઈ જ સરકારી નિયમો અને જાહેરનામાનું પાલન થતું નથી.કોલેજ મેનેજમેન્ટ ટીમ કોઈ જ રીતે વિદ્યાર્થીઓમાં અનુશાસન લાવવા પ્રયત્નો કરતા નથી.વળી કોલેજોમાં નાખવામા આવેલ સીસીટીવી પણ શોભાના ગાંઠિયા સમાન હોવા છતાં તેની મરામત કરાવવામાં આવતી નથી. આણંદ ગ્રીડ નજીક આવેલ રામકૃષ્ણ સેવા મંડળ સંચાલીત કોલેજના કેન્ટીનમાં વિદ્યાર્થી જૂથોમાં થયેલ માથાકૂટ બાબતે પોલીસે સીસીટીવી ફૂટેજ માંગતા મળી શક્યા નહોતા.કોલેજ તરફથી કેન્ટીનના સીસીટીવી કેમેરાના ડીવીઆરમાં ફોલ્ટ હોવાનુ જણાવવામાં આવ્યું હતું.

આણંદ શહેરની ગ્રીડ ચોકડી પર આવેલી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો અયાન આરીફ વ્હોરા (રહે.ગોલ્ડન સ્કેવર કોમ્પ્લેક્સ, આણંદ) 15મી એપ્રિલના રોજ સાંજે કોલેજની કેન્ટીનમાં હતો. તે સમયે સિધ્ધાર્થ નામનો વિદ્યાર્થી તેની પાસે આવ્યો હતો અને એકબીજાને બોલાવવા બાબતે બોલાચાલી થઇ હતી. જેના કારણે મામલો ગરમ થઇ ગયો હતો અને વાત ઝપાઝપી સુધી પહોંચી હતી. એટલે સુધી કે ઉશ્કેરાયેલા સિધ્ધાર્થ સાથે મયુર, નીલ અને અન્ય એક વિદ્યાર્થી ધસી આવ્યા હતા અને અમાનને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. જેમાં મયુર નામના વિદ્યાર્થીએ ચપ્પુ કાઢી અમાનના ડાબા પગના થાપામાં મારી દીધું હતું. જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે અયાન વ્હોરાની ફરિયાદ આધારે શહેર પોલીસે સિધ્ધાર્થ, મયુર, નિલ અને અજાણ્યા વિદ્યાર્થી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને ત્રણેય યુવકોને ઝડપી લીધા છે.

જોકે આ અંગે પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં આરોપીઓએ ફરિયાદીએ કરેલ આરોપ નકાર્યા છે જેથી આ વિખવાદ કોઈક જુદો અને જૂનો હોવાનુ અનુમાન થઈ રહ્યું છે.જોકે વિદ્યાર્થીઓનો અને વળી બે કોમ વચ્ચેનો મામલો હોઈ કોઈ કોમી તંગદીલી ન ફેલાય તે માટે પોલીસતંત્ર પણ ખૂબ સાવચેતી અને તકેદારી સાથે ચોક્ક્સ તપાસ કરી રહી છે.જોકે રાત્રીના સમયે ફરિયાદી પક્ષેથી મોટી સંખ્યામાં માણસો પહોંચી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી લેતા પોલીસે કડકાઈ દાખવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم