પાટણ31 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણના સુજાણીપુરા ગામમાં આવેલા વહોણામાં ગામના ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. ત્રણેય બાળકોના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પર પરિવારજનો પહોંચતા આક્રંદભર્યો માહોલ છવાયો હતો.

પાટણના સુજાણીપુર ગામમાં બાજી હનુમાન દાદા મંદિરની બાજુમાં આવેલા વહોણામાં સચિન ભરવાડ, જયેશ અને મોન્ટુ નામના ત્રણેય બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. હાલ ત્રણેયના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.ત્રણેય બાળકો વહોણામાં પાણી પીવા માટે ગયા હોય અને અકસ્માત પડ્યા હોવાનું અનુમાન છે. ત્રણેય બાળકોની ઉંમર 14 વર્ષ છે. આજે સવારે શાળાએ છૂટ્યા બાદ ઘરે આવ્યા હતા અને સ્કૂલ બેગ મૂકીને ઘરેથી નીકળ્યા બાદ આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. બાળકોના મોતના પગલે પરિવારજનો હોસ્પિટલ પર પહોંચતા આંક્રદભર્યો માહોલ છવાયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક જયેશની ફાઈલ તસવીર