દાહોદના સીંગવડમા એક આરોગ્ય કર્મી,નર્સિંગની વિદ્યાર્થીની અને એક ગ્રામજન સહિત ત્રણ કોરોના પોઝીટીવ આવતા દોડધામ | Three corona positive cases including a health worker, a nursing student and a villager in Singwad of Dahod. | Times Of Ahmedabad

દાહોદ7 કલાક પહેલા

  • કૉપી લિંક

દેશભરમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે સિંગવડ તાલુકામાં આજે એક સાથે ત્રણ કેસ નોંધાતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. જ્યારે આરોગ્ય વિભાગના કર્મચારી સહિત નો કોરોના નો ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગએ પણ સતકરતા રાખવા સહિત જરૂરી સૂચનો પણ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ત્રણેય ને હાલ કોરોનટાઈન કર્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

હવે કોણ કોણ ભોગ બન્યુ હશે તેની ચિંતા
મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસોમાં ભારે ઘટાડો થતાં વહીવટી તંત્ર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આમ જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામ્ય વિસ્તારમાં રોજબરોજની કામગીરી નિયમિત પાટા ઉપર ચાલતી હતી.ત્યારે સિંગવડ તાલુકામાં આજે ફરીથી કોરોના એ માથું ઉચકતા એક સાથે ત્રણ કેસ રેફરલ હોસ્પિટલ સિંગવડ ના સરકારી ચોપડે નોંધાતા વહીવટી તંત્ર ફરી હરકતમાં આવ્યું છે.

તમામને કવોરોનટાઈન કરવામા આવ્યા
જેમાં રેફરલ હોસ્પિટલ સિગવડ માં ફરજ બજાવતા કર્મચારી પોતે કોરોનામાં સપડાતા વહીવટી તંત્ર હરકત માં આવ્યુ હોવાનું જાણવાં મળ્યું હતું .જ્યારે સિંગવડની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી નો ટેસ્ટ પોઝિટિવ આવતા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા તમામનો કોરોના નો ટેસ્ટ આજે કરવામાં આવ્યા હતા .જ્યારે સિંગવડ તાલુકાના જેતપુર ગામે એક કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ મા દોડધામ મચી જવા પામી હતી. જ્યારે ત્રણેય પોઝીટીવ આવેલા કેસોને રેફરલ હોસ્પિટલ સિંગવડ દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ તામામ ને ક્વોરેન્ટઈન કર્યા હોવાની જાણવા મળ્યું છે. જ્યારે જે તે વિસ્તારના ફિલ્ડ સ્ટાફ ને તમામ કોરોન્ટાઇન કરેલા કરેલા પોઝિટિવ કેસોની હોમ વિઝીટ કરી ટ્રીટમેન્ટ શરૂ કરવા માટે પણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું .જ્યારે આમ જનતામાં કોરોનાના કેસો આવતા હવે વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ફરીથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…