સુરતમાં એક્સલસ બિલ્ડિંગમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ મજૂરો ગૂંગળાયા, બેનો બચાવ, ચાર સંતાનોએ પિતા ગુમાવ્યા | Three laborers suffocated in Excels Building in Surat to clean drains, two rescued, one dead, four children lost their father | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Three Laborers Suffocated In Excels Building In Surat To Clean Drains, Two Rescued, One Dead, Four Children Lost Their Father

સુરત6 કલાક પહેલા

  • કૉપી લિંક
ગટરમાં ત્રણ મજૂરો પડી જતા ગુંગળાયા હતા - Divya Bhaskar

ગટરમાં ત્રણ મજૂરો પડી જતા ગુંગળાયા હતા

સુરતના ભીમરાડ રોડ ખાતે આવેલ એક્સલસ બિલ્ડિંગમાં બેઝમેન્ટના પાર્કિંગમાં આવેલી ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ મજૂરો ફસાયા હતા. બેઝમેન્ટમાં સાફ-સફાઈ કરી રહ્યા હતા. દરમિયાન એક મજૂરનો પગ લપસ સાથે આઠ ફૂટ ઊંડી ગટરમાં પડ્યો હતો. તેને બચાવવાનો પ્રયાસ કરતા અન્ય બે મજૂરો પણ ગટરની અંદર પડ્યા હતા. દરમિયાન આસપાસથી લોકોએ બે મજૂરને તો બહાર કાઢી લીધા હતા. પરંતુ એક મજૂર ન મળતા ફાયરને જાણ કરાવી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગટરમાંથી ત્રીજા મજુરને પણ બહાર કાઢ્યો હતો. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન એક મજૂરનું મોત નિપજ્યું હતું.

બિલ્ડિંગની ગટરમાં ત્રણ મજૂર ફસાયા
સુરતના ભીમરાડ રોડ પર એક્સેલસ બિલ્ડિંગ આવ્યું છે. આ બિલ્ડિંગમાં GMT બેંકવેટ હોલ આવ્યો છે. અને તેની ગટર બિલ્ડિંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાંથી પસાર થઈ રહી છે. દરમિયાન આજે એક્સેલસ બિલ્ડિંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં સાફ-સફાઈનું કામ કરવામાં આવી રહ્યું હતું. જે માટે ત્રણ જેટલા મજૂરો સાફ-સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન ત્રણેય મજૂરો અચાનક ગટરની અંદર પડ્યા હતા અને ફસાઈ ગયા હતા. બૂમાબૂમ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને બે મજૂરોને ગટરમાંથી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. જ્યારે ત્રીજો મજુર ગટરમાં ઊંડે સુધી ફસાઈ જતા મળી આવ્યો ન હતો.

એક મજૂરને ફાયરે રેસક્યુ કર્યો
ગટરમાં ફસાયેલ ત્રીજો મજુર ન મળતા સ્થાનિકો દ્વારા ફાયરને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા ગટરમાં ફસાયેલ ત્રીજા મજુરને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયરના જવાનોએ ત્રીજા મજુરનું રેસ્ક્યુ કરીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

ફાયર દ્વારા મજૂરને બચવાનો પ્રયાસ કરાયો
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ગટર ખુબજ ઊંડી હોવાથી ઓક્સિજનના બાટલા સાથે ફાયરના જવાનો ગટરમાં ઉતાર્યા હતા. ભારે જેમત બાદ ફાયરના જવાનોએ ત્રીજા મજુરને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ફાયરની ટીમ દ્વારા મજૂરને બહાર કઢાવ્યા બાદ તેની સ્થિતી ખૂબ જ નાજુક હોવાની જોવા મળી હતી. ગટરની અંદર ગુગળામણને કારણે મજૂર બેભાન સ્થિતિમાં મુકાઈ ગયો હતો. જેને લઇ ફાયર વિભાગના જવાનો દ્વારા યુવકને ભાનમાં લાવવા માટે ચેસ્ટ ફિશિંગ પણ કરવામાં આવી રહ્યું હતું. જોકે યુવકની હાલ તો બધું ગંભીર થતી હોવાથી તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

ત્રણ પૈકી એક મજૂરનું મોત
બિલ્ડિંગના બેઝમેન્ટના પાર્કિંગની ગટરમાંથી ત્રણેય મજૂરોને બહાર કાઢ્યા બાદ ત્રણ મજૂરો પૈકી હવે પેલું નામ આવશે. એક મજૂરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે અન્ય બે મજૂર રઘુનાથ રવજીભાઈ સોલંકી અને રમેશભાઈ કામલીયાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે ત્રણેય મજુર પૈકી ગટરમાં ત્રીજો મજુર જેની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી તે રઘુનાથ રવજીભાઈ સોલંકી સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

પરિવાર શોકમાં ગરકાવ
ઘટના બાદ મોતને ભેટનાર રઘુનાથ સોલંકીના પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મળતી વિગત મુજબ મૃતક રઘુનાથ રવજીભાઈ સોલંકી ભટાર વિસ્તારમાં આવેલી ખોડીયાર નગર સોસાયટીમાં રહે છે. મૂળ અમરેલી જિલ્લાના વડેરા ગામના વતની હતા. રઘુનાથભાઈ છેલ્લા ઘણા સમયથી સાફસફાઈનું કામ કરે છે. સુરતમાં તેઓ તેના મિત્રો સાથે છૂટક રોકડ પર સફાઈનું કામકાજ કરે છે. આજે તેના બે મિત્રો સાથે અલથાણના એક્સેલસ બિલ્ડિંગના પાર્કિંગમાં સાફ-સફાઈનું કામ કરવા માટે ગયા હતા. દરમિયાન ગટરમાં ફસાઈ જતા તેમનું મોતની પોજ્યું હતું. ત્યારે રઘુનાથના પરિવારમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. સફાઈ નુંકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post