ધ્રાંગધ્રાના ઉતારા પાસે અજાણ્યા શખ્સોએ માલસામાન ભરેલી ત્રણ લારી સળગાવી દીધી, પોલીસે માત્ર અરજી લઈને સંતોષ માન્યો | Three lorries full of goods were set ablaze by unknown persons near Dhrangadhra, the police was satisfied with only a plea. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેરના સીટી પોલીસ મથકથી સાવ નજીકના વિસ્તારમાં રાત્રિના સમયે કોઇ હરામખોરો દ્વારા ત્રણ લારીને આગ ચાંપી અને મધ્યમ વર્ગના ત્રણેય વ્યક્તિઓને મુસીબતમાં મૂક્યા છે. ત્યારે આ અંગેની જાણકારી સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકે આપવા છતાં પણ પોલીસ તપાસ માટે ન આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલમાં ત્રણેય લારીઓને આગચંપી કરવામાં આવતા ત્રણેયનો માલ સામાન અને લારી બળીને ખાખ થઈ ગઈ છે.

આ પરિવારો આ લારીઓમાં કટલેરી તેમજ નાના બાળકોના કપડાઓ વેચી અને ગુજરાન ચલાવતા પરિવારના બાલ બચ્ચા તેમજ પરિવારજનોની પણ રોજીરોટી છીનવાતા રોસની લાગણી ફેલાવા પામી છે. ત્યારે આ અંગેની જાણકારી આપવામાં આવતા પોલીસ તંત્ર દ્વારા માત્ર અરજી લઈ અને આગળની કાર્યવાહી અને તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી અને હાલમાં ત્રણેય વ્યક્તિઓને પોલીસ મથકેથી રવાના કરી દેવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રાના ઉતારામાં અવારનવાર આવારા તત્વો અને લુખ્ખા તત્વોનો ભારે ત્રાસ હોવાનું સાબિત થયું છે. ત્યારે હજુ સપ્તાહ પહેલા જ ધાંગધ્રાના ઉતારાના કોર્નર ઉપર આવેલી તેલની દુકાન ઉપરથી ધોળા દિવસે રૂા.50,000ની પેટીની ઉઠાંતરી કરવાની ઘટનાની પણ તપાસ હજુ પોલીસ કરી શકી નથી. ત્યાં વળી સપ્તાહમાં આ બીજો બનાવ હોવાનું સામે આવ્યું છે.

ત્યારે સપ્તાહ પહેલા જ ધાંગધ્રાના ઉતારામાં ચોરીનો બનાવ બન્યો હતો. અને ચોરને પકડી અને પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. આમ છતાં પણ તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હતી. અને આ તસ્કરને છોડી મૂકવામાં આવ્યો હોવાનું પણ આ વિસ્તારમાં તે લોકો જણાવી રહ્યા છે. ત્યારે તસ્કરે રોકડ રકમ, ત્રાજવા કાટલાં અને લારી અને સાયકલ જેવી ચોરી કરી હોવાનું પણ કબૂલાત કરી હતી. છતાં પણ પોલીસ તંત્રએ કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરી ન હતી. અને તેને છોડી મૂકવાની કામગીરી કરી હતી. ત્યારે હાલમાં આ વિસ્તારમાં રોષ પ્રગટ્યો છે. જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના ટાંકી ચોક વિસ્તારમાં લારી રાખી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સાહિલભાઈ સલીમભાઈ ચૌહાણ પોતે કટલેરીની લારી કાઢે છે.અને સાંજના સમયે આ જ વિસ્તારમાં માલ સામાન ભરેલી લારીને પેક કરી અને મૂકી દેવામાં આવે છે.

ત્યારે આ રીતે અમીનભાઈ સલીમભાઈ કટિયા પણ નાના બાળકોના કપડા અને રૂમાલ વેચી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.જ્યારે ઇમરાનભાઈ ચૌહાણ નામના વ્યક્તિ પણ લારી કાઢી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ ત્રણેય વ્યક્તિઓની લારીઓને રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આગ ચાપી અને લારીમાં રહેલી હજારો રૂપિયાનો કિંમતની માલ સામાન અને લારી બળીને ખાખ થઈ જવા પામી છે. ત્યારે વહેલી સવારે તેઓ આવતા આ ઘટના સામે આવી હતી. ત્યારે ઘડીક વાર માટે તો તેઓ પણ અવાચક બની ગયા હતા. અને અને પોતાના ધંધો અને રોજગારી અને માલસામાન સળગેલી હાલતમાં જોતા ભારે અફસોસ સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા.

અને જ્યાં અરજી લઈ અને ત્રણેયને તપાસની ખાતરી આપી અને મોકલી દેવામાં આવ્યા હતા. પરંતુ આ વ્યક્તિઓ ધંધો ક્યાંથી કરે પોતાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. તો વળી લારી પણ સળગીને ખાખ થઈ ગઈ હતી. ત્યારે તેમને હાલમાં આ ઉધાર માલ મળે છે અને તેઓ ધંધો કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

સાહિલભાઇ ચૌહાણનું કથન
સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં રહેતા સાહિલભાઈ સલીમભાઈ ચૌહાણ જણાવે છે કે, હજુ મારા લગ્ન થયા છે અને મારી માથે દેણું છે. ત્યારે હું આ લારી કાઢી અને લારીમાંથી સામાન્ય રકમ બચાવી અને જીવન ગુજારૂ છુ. હવે મારી રોજી રોટી છીનવાઈ ગઈ છે તો હવે મારે શું કરવું ? સાહિલભાઈ સલીમભાઈ ચૌહાણ નામનો યુવાન ટાવર ચોક વિસ્તારમાં રહે છે. અને તેના હજુ લગ્ન થોડા સમય પહેલા થયા છે. ત્યારે લગ્નનું દેવું પણ હોય એ સામાન્ય વાત છે. ત્યારે પોતે કટલેરીની લારી કાઢી અને પોતે પરિવારનું ગુજરાન ચલાવે છે. અને સાથોસાથ તેના લગ્નનું દેણું પણ ભરી રહ્યો છે. ત્યારે હાલમાં તેનો પણ ધંધો આ કટલેરીની લારીમાં ચાલતો હતો ત્યારે હાલમાં લારી સળગાવાની ઘટના સામે આવી છે.

રોજીરોટી છીનવાઇ
ઇમરાનભાઈ ચૌહાણ જણાવે છે કે, પોતાના પરિવારમાં બે બાળકો અને પત્ની અને પોતે મળી અને ચાર વ્યક્તિનો પરિવાર છે. ત્યારે પોતાની રોજીરોટી છીનવાઈ ગઈ છે. સુરેન્દ્રનગર શહેરના ધાંગધ્રાના ઉતારામાં કિર્તીદાન શાંતિલાલ કલરવાળાની આગળ જતા એક ડેલો આવે છે. જેમાં વર્ષોથી આ લોકો રાત્રિના સમયે લારીઓને માલસામાન પેક કરી અને અંદર મૂકી દે છે. ત્યારે રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો હોય કે જાણભેદુ હોય તેવા લોકોએ ત્રણ લારીઓને આગ ચાપી દીધી હતી. ત્યારે ઇમરાનભાઈ ચૌહાણ જણાવે છે કે, મારા પરિવારમા એક પુત્રને પુત્રી છે અને મારા પત્ની એમ મળીને અમારો ચાર વ્યક્તિનો પરિવાર છે. જે હું આ લારી કાઢી અને મારા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ હાલમાં મારી રોજીરોટી છીનવાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم