ઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલ સોમવારે સેશન્સ કોર્ટમાં અરજી કરશે, અગાઉ મેટ્રો કોર્ટે ફગાવી હતી | Thug Kiran Patel's wife Malini Patel will on Monday plead in the Sessions Court, earlier rejected by the Metro Court | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. મેટ્રો કોર્ટ દ્વારા અગાઉ ઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી. હવે તે 17 એપ્રિલ સોમવારના રોજ પોતાના વકીલ મારફતે સેશન્સ કોર્ટમા જામીન અરજી કરશે.

‘માલિની પટેલે કોઈ પૈસા લીધા નથી’ – વકીલ નિસર વૈધ
મેટ્રો કોર્ટમાં અગાઉ માલિની પટેલની જામીન અરજી પર વકીલ નિસર વૈધે દલીલ કરી હતી કે, આખાય મામલામાં માલિની પટેલે કોઈ પૈસા લીધા નથી. સંપૂર્ણ ઘટનામાં તેમના દ્વારા ભાગી જવાનો પણ પ્રયત્ન થયો નથી. ક્રાઇમબ્રાન્ચ દ્વારા માલિની પટેલને ફસાવવામાં આવી રહ્યા છે. આ મામલો સિવિલ કેસ હોવા છતાં માલિની પટેલ પર ક્રિમિનલ કેસ કરાયો છે.

આરોપી ગુનેગાર સાબિત થયો તો 7 વર્ષની સજા
જો કે, મેટ્રો કોર્ટે અગાઉ માલિની પટેલની જામીન અરજી પર નિર્ણય આપતા નોંધ્યું હતું કે, નરોડા પોલીસ મથકે માલિની પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે. પતિ કિરણ પટેલના ગુન્હામાં તે સહ ભાગીદાર હોવાનું અવલોકન છે. આરોપી જામીન મુક્ત થતા પુરાવા સાથે ચેડા કરે તેવી પુરી શકયતા છે. આરોપી પર ગુન્હો સાબિત થાય તો 07 વર્ષની સજા સુધીની જોગવાઈ છે. આરોપી ગુન્હાઈત માનસિકતા ધરાવે છે. આથી માલિની પટેલની જામીન અરજી ના મંજુર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم