Tuesday, April 25, 2023

તિલકવાડા પોલીસે ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો, મિત્રને ઉછીના આપેલા રૂપિયાનો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે એક વર્ષની સજા ફટકારી | Tilakwada police busts English liquor issue, court sentences one year in case of returning check of money lent to friend | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

તિલકવાડા પોલીસે ઈંગ્લીશ દારુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો…
નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસે બાઈક પર દારૂ લઈને આવતા શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ આરોપી મુદ્દામાલ નાખી નાશી છૂટ્યા હતા.

મળતી માહિતી અનુસાર વાણી,કે.દૂધાત, નાયબ પોલીસ અધિક્ષક, કેવડીયા ડિવીઝન તથા એમ.કે.ચૌધરી, ઇ.ચા. સર્કલ પોલીસ ઈન્સ્પેકટર કેવડીયાના માર્ગદર્શન હેઠળ એ.જી.ખોથ પોલીસ સબ ઇન્સ્પેકટર તિલકવાડા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોમાં Aડા શૈલેષકુમાર મનસુખભાઈ સહિતનાઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે દિનેશ બાગાભાઇ ડુંગરાભીલ (રહે.કુકરદા તા.નસવાડી જી. છોટાઉદેપુર) પોતાના કબ્જાની નંબર વગરની સાઈન મોટર સાઈકલ ઉપર ગેરકાયદેસર ભારતીય બનાવટનો પર પ્રાંતીય રાજ્યનો ઈંગ્લીશ દારૂ તથા બિયર ટીન તથા એક વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી રૂ.30 હજાર 900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બાઈક.ચાલક તેમજ પાછળ બેઠેલ ઇસમ મુદ્દામાલ ફેકી નાશી ગયા હોય તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મિત્રને ઉછીના આપેલા રૂપિયાનો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે એક વર્ષની સજા ફટકારી
નર્મદા જિલ્લામાં બે મિત્રોમાંથી એક મિત્રને રૂપિયાની જરૂર પડતાં બીજા મિત્રએ ઉછીના આપેલા રૂપિયા પરત ચેક દ્વારા કર્યા, પરંતુ ચેક રિટર્ન થવાના કેસમાં મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટે એક વર્ષની સજાનો હુકમ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર તિલકવાડા વંઢ ગામે રહેતા નરેશ ગોપાલભાઇ બારીયાએ તેમના મિત્ર વૈભવ ડાહ્યાભાઇ પરમાર, (રહે.ભાલોદ, તા.ઝઘડીયા જી.ભરૂચ) ને ટુકડે-ટુકડે હાથ ઉછીના 6 લાખ 13 હજાર આપ્યા હતા. જે રકમની થોડા વખત પછી માંગણી કરતા તે રકમ પૈકીની ચુકવણી માટે વૈભવ પરમારે નરેશ બારીયાને1.70 લાખનો ચેક આપ્યો હતો.

જે ચેક જમાં કરાવતા બેન્ક ખાતામાં પુરતુ ભંડોળ ન હોવાથી ચેક પરત ફરેલ હતો. ત્યારબાદ બીજી વખત ચેક નાખ્યો એ પણ ખાતામાં પુરતુ ભંડોળ ન હોવાથી બીજીવાર પણ ચેક રીટર્ન થતા આખરે કંટાળેલા નરેશભાઈએ પોતાના વકીલ તૌસીફ એ ઠાકોર દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરતાં કોર્ટેમાં કેસ ચાલી જતા ફરીયાદ પક્ષના વકીલની દલીલોને ગ્રાહય રાખી રાજપીપળાના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એ વૈભવને કસુરવાર ગણી એક વર્ષની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કરેલ છે. તેમજ ફરીયાદીને વળતર પેટે 1.70 લાખ દિન-60માં ચૂકવી આપવા અને જો વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.