મોરબીએક કલાક પહેલા
- કૉપી લિંક

મોરબી પંથકમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. યુવાધન કોઈને કોઈ કારણોસર આપઘાત જેવા અંતિમ પગલા ભરી લેતા હોય છે. જેમાં વધુ એક આપઘાતનો બનાવ વિસીપરા રણછોડનગરમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં 29 વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ લીધો હતો. જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે.
મોરબીના વિસીપરા રણછોડનગરમાં સાંઈબાબા મંદિર સામે રહેતા આબિદ ઈસુબભાઈ કજુડીયા (ઉ.વ.29) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બનાવની જાણ થતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસ મથકના વી.ડી.મેતા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન ટ્રાન્સપોર્ટમાં કમીશનથી કામકાજ કરતો હોય જોકે તેને આર્થિક સંકડામણ જેવી સ્થિતિ હોય અને બીમારી હોવાને કારણે યુવાને અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે. બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આ આપઘાતના લીધે તેના ત્રણ બાળકોએ પણ પિતાની છત્રછાયા ગુમાવી છે.