- Gujarati News
- Local
- Gujarat
- Dangs
- Torrential Rains In The District Caused Heavy Damage To Agricultural Crops; Heavy Winds Damaged The Shiva Temple In Khokhri Village
ડાંગ (આહવા)44 મિનિટ પહેલા
- કૉપી લિંક

સતત બીજા દિવસે ડાંગમાં છુટો છવાયો કમોસમી વરસાદ
ડાંગ જિલ્લામાં શનિવારે પણ છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત પૂર્વપટ્ટી વિસ્તારોમાં છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતાં સર્વત્ર પાણી-પાણી થઈ જવા પામ્યું હતું. સાપુતારા ગિરિમથક ખાતે વાદળછાયું વાતાવરણ વચ્ચે અમી છાંટણા થતા આહલાદક માહોલ સર્જાયો હતો. જ્યારે તળેટીના માલેગામ, સામગાહન, જાખાના, ગલકુંડ, પાંડવા, ચીંચલી, ડોન વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી પડતા ખેતી પાકોમાં ભારે નુકસાન થવા સાથે પશુઓનો ઘાસચારો બગડી જતા ખેડૂત સહિત પશુપાલકોની કફોડી સ્થિતિ સર્જાઈ હતી.

ડાંગના ખોખરી ગામે ભારે પવને શિવ મંદિરને નુકસાન પોંહચાડ્યું
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ખોખરી ગામે સાંજના સમયે ભારે પવને ગામના નવનિર્મિત શિવ મંદિરના પતરા ઉડાડી દીધા હતા. જેને લઈને શિવ મંદિરનો શેડ જમીન પર ધરાશાયી થયો હતો. ડાંગ જિલ્લામાં વર્તમાન સમયે અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડી રહ્યો છે. તેમજ ક્યાંક ભારે પવન સાથે ઘરોને નુકસાન થયાના પણ સમાચાર મળ્યા છે. ત્યારે ડાંગના ખોખરી ગામે ભારે પવનના લીધે ગામના શિવ મંદિરના શેડને ભારે નુકસાન થયું હતું. ગામના લોકો પાસેથી મળતી માહિતીઓ અનુસાર ગામ લોકોએ ઘણી મહેનત કરીને શિવ મંદિર પાસે ભજન કીર્તન કરવા માટે લાકડા અને પતરા દ્વારા શેડ બનાવડાવ્યો હતો, પરંતુ ભારે પવન ફુકાતા આ પતરાના શેડને મોટુ નુકશાન થયું છે. જેને કારણે ભક્તોમાં નિરાશા જોવા મળી હતી. આ અગાઉ પણ પાંચ દિવસ પહેલા સુબીરના કાંગ્રિયામાળ ગામે ચક્રવાતને કારણે ત્રણ ઘરોને ભારે નુકસાન પોહંચાડ્યું હતું.




