- Gujarati News
- Local
- Gujarat
- Anand
- The Trend Of Mobile Theft From Anand’s New Bus Stand Continues, The Public Is Also Affected By The Incidents Of Vehicle Theft.
આણંદ12 મિનિટ પહેલા
- કૉપી લિંક

આણંદના ઓડ ગામમાં આવેલા મલાવ ભાગોળ નજીક રહેતો પાર્થ ઘનશ્યામ પટેલ અભ્યાસ માટે આણંદ આવ્યો હતો. તે 13મી એપ્રિલ,23ના રોજ સાંજના સમયે આણંદ નવા બસ સ્ટેન્ડમાંથી આવ્યો હતો અને ઘરે જવા માટે બસ પકડી હતી. આ સમયે તે બસમાં ભીડ વચ્ચે ચડવા જઇ રહ્યો હતો તે તકનો લાભ લઇ અજાણ્યો શખસ તેનો મોબાઇલ કિંમત રૂ.30 હજાર નજર ચુકવી લઇ ભાગી ગયો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો હતો.
આ ઉપરાંત આણંદ શહેરમાં આવેલ શ્રી હરિનગર પાલિકાનગર સામે સરદાર પટેલ રાજમાર્ગ પર રહેતાં અને ફરિયાદી ભરતકુમાર રમેશચંદ્ર શાહ નિવૃતમય જીવન જીવે છે. ગત તારીખ 4થી એપ્રિલના બપોરના ત્રણ વાગ્યાના સમયે તેઓ આણંદ નવા બસ સ્ટેન્ડમાં આવી વડોદરા તરફ જતી બસમાં ચઢતા હતાં. તે સમયે ભીડનો લાભ લઈને કોઈ અજાણ્યા ઈસમે ભરતકુમારના શર્ટ ખિસ્સામાંથી કિંમતી મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10 હજારની મતાનો ચોરી કરી કાઢીને નાસી ગયો હતો. આ બનાવ અંગે ભરતકુમાર શાહે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લામાં મોબાઇલ અને વાહન ચોરોએ દાટ વાળ્યો છે. આ અંગે આણંદ અને પેટલાદ શહેરમાં વધુ બે બાઇક ચોરી થયાના બનાવ બન્યાં છે. જિલ્લામાં વધતી જતી વાહન ચોરીમાં વધુ બે બાઇક ચોરીના કિસ્સા પોલીસ ચોપડે ચડ્યાં છે. જેમાં ફાગણી ગામમાં રહેતા રમેશભાઈ રાવજીભાઈ ઠાકોર વેલ્ડીંગ વર્ક્સની દુકાન ચલાવે છે. તેઓ 2જી ઓગષ્ટ,22ના રોજ પેટલાદ કોર્ટમાં મુદત હોવાથી ઘરેથી સવારે બાઇક લઇને પેટલાદ કોર્ટમાં ગયાં હતાં. જ્યાં કમ્પાઉન્ડમાં બાઇક પાર્ક કરી અંદર ગયાં હતાં. દરમિયાનમાં કોઇ શખસ બાઇક ચોરી ગયો હતો. આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો નોંધ્યો છે.
સામરખા ના રામપુરા ખાતે રહેતા વિજયસિંહ મોહનભાઈ પરમાર ઇન્દીરા સ્ટેચ્યુ પાસે આવેલા રાધા આર્કેટ કોમ્પ્લેક્સમાં ગેરેજમાં મજુરી કામ કરે છે. તેઓ 13મી માર્ચના રોજ આણંદ ખાતે નોકરી પર આવ્યા હતા અને કૃષ્ણ ટ્રેડીંગ ગેરેજ પાસે બાઇક પાર્ક કર્યું હતું. જે કોઇ શખશ ચોરી કરી ગયો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.