પામોલિન તેલનો જથ્થો લઈ જતો ટ્રક નડિયાદની જગ્યાએ સરખેજ આવ્યો, ક્રાઈમ બ્રાંચે ત્રણની અટકાયત કરી | Truck carrying quantity of palm oil arrives at Nadiad place, Crime Branch arrests three | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં ચોરીની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ઘરફોડ હોય કે લૂંટ હોય હવે બેફામ બનેલા ગુનેગારોને કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો નથી. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં ટેન્કરમાંથી પામોલિન તેલ ચોરી કરવાના કૌભાંડનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

પામોલિન તેલની ખુલ્લેઆમ ચોરી
અંજારથી પામોલિન તેલનો 28 હજાર કિલોથી વધુ જથ્થો નડિયાદની કંપનીમાં રવાના થયો હતો. આ કૌભાંડમાં ડ્રાઈવર અને ક્લીનરની મીલિભગતને કારણે આ ટ્રક નડિયાદને બદલે સરખેજ લઈ જવામાં આવ્યો હતો અને તેમાંથી 4325 કિલો તેલ ચોરી લીધું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, અમદાવાદના સરખેજમાં ઉજાલા સર્કલ પાસેના સુવિધા એસ્ટેટમાં સ્થિત રાજા કોર્પોરેશન નામની કંપનીમાં અંજારથી નડિયાદ જતાં પોમોલિન તેલનો ચોરી કરેલો માલ પડ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર

ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા
આ બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ રાજા કોર્પોરેશનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ગોડાઉન પાસે એક ટેન્કર ઉભું હતું. જેમાંથી કેટલાક શખ્સો પામોલિન તેલ કાઢી રહ્યાં હતાં. ક્રાઈમ બ્રાંચની ટીમે રફીકશા ફકીર, પીરારામ જાણી અને મોહમ્મદ ઈરફાન શેખની અટકાયત કરી લીધી હતી. આ આરોપીઓ સાથે કરેલી પુછપરછમાં તેલની ચોરી કરી રહ્યાં હોવાનું કબૂલ્યું હતું.

અંજારથી નડિયાદ આવતુ હતુ તેલ
કચ્છના અંજારમાં આવેલી કોફ્કો ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પીરારામ અને મોહમદ ઇરફાન નોકરી કરે છે. કોફ્કો કપનીમાંથી 28,560 કિલો પામોલીન તેલ અંજારથી નડિયાદની ITC કંપનીમાં પહોંચાડવાની જવાબદારી પીરારામ અને મોહમદ ઇરફાનની હતી. આ બન્ને શખ્સો રફીકશાને ઓળખતા હતા. જેથી તેમણે તેલ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.

તેલની ચોરી માટે પ્લાનિંગ કર્યું
મોહસીન પટેલ નામના શખ્સના આદેશથી તેલ ચોરી કરવાનું ષડયંત્ર રચાયુ હતું અને ટેન્કર નડિયાદ જવાને બદલે સીધી સરખેજ પાસે ઊભી રહી હતી. ડ્રાઇવર અને ક્લિનરે ટેન્કરનો વાલ્વ તોડી નાંખ્યો હતો. તેમાં પાઇપ ભરાવીને ગોડાઉનમાં તેલ ખાલી કરતા હતા. ગોડાઉનમાં ક્રાઇમ બ્રાંચને બે ટાંકી, બે મશીન તેમજ તેલ ભરવાના ડબ્બા મળી આવ્યા છે. ક્રાઇમ બ્રાંચે રેડ કરી ત્યારે તેમને ચોરીનું 4325 કિલો તેલ મળી આવ્યું છે. જેની કિંમત 4.41 લાખ રૂપિયા થાય છે.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર

તેલની ચોરી માટે વાલ્વનું સીલ તોડી નાખ્યું
ટેન્કરમાં 30 લાખની કિંમતનું 28,560 કિલો તેલ હતું. ગઠીયાઓએ પોતના આર્થિક સ્વાર્થ માટે ટેન્કરમાં વાલ્વનું સીલ તોડી નાખ્યુ હતું અને તેલની ચોરી કરી લીધી હતી. રાજા કોર્પોરેશન નામની કંપનીની આડમાં રફીકશા ચોરીનું તેલ વેચતું હોવાનો પર્દાફાશ ક્રાઇમ બ્રાચે કર્યો છે. ક્રાઇમ બ્રાંચે તેલ પામોલીન છે કે પછી તેમાં કોઇ મિલાવટ છે તે ચેક કરવા માટે એફએસએલની પણ મદદ લીધી છે. FSALની ટીમે તેલના સેમ્પલ લઇને તેનું પરિક્ષણ કરવા માટે કચેરીએ મોકલી આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم