સુરતમાં પાલિકાના હેલ્થ સેન્ટરમાંથી બે વખત તસ્કરી, ઓક્સિજન પ્લાન્ટમાંથી કોપરની ચોરી | Twice smuggling from municipal health center in Surat, theft of copper from oxygen plant | Times Of Ahmedabad

સુરત5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ચોરીની ઘટનાઓ વારંવાર બનતા પ્રશ્નો ઉભા થયા છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar

ચોરીની ઘટનાઓ વારંવાર બનતા પ્રશ્નો ઉભા થયા છે.(ફાઈલ તસવીર)

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં આવેલા પાલિકાના કોસાડ હેલ્થ સેન્ટરમાં થયેલી ચોરીના કારણે પોલીસની કામગીરી ઉપરાંત પાલિકાના સિક્યુરિટીની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. કોસાડ હેલ્થ સેન્ટરમાં કોવિડ વખતે સેન્ટર બનાવવામાં આવ્યું હતું. તેમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કર્યો હતો. આ ઓક્સિજન પ્લાન્ટમાંથી કોપરની ચોરી થઈ હતી. એક વખત કોપરની ચોરી થયા બાદ ફરી એક વાર બે દિવસ પહેલાં ચોરી થઈ છે અને આ વખતે ચોર એ.સી.માંથી કોપર ચોરી ગયા છે.

કામગીરી પર સવાલ ઉઠ્યાં
પાલિકાનું કોસાડ હેલ્થ સેન્ટરની બરાબર બાજુમાં જ પોલીસ સ્ટેશન છે અને તેની દિવાલ પરથી જ ચોર આવ્યા હોવાનું અનુમાન છે. પોલીસ સ્ટેશન હોવા છતાં ચોર ચોરી કરવા માટે દિવાલ કુદીને આવે તે વાતથી ઘણા લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. આ ઉપરાંત બંને વખત ચોરી થઈ ત્યારે પાલિકાના હેલ્થ સેન્ટર બહાર સિક્યોરિટી ગાર્ડ ચોકી કરતો હતો. આગળના ભાગે ચોકીદાર ચોરી કરતો હોય અને પાછળના ભાગે ચોરી થાય તે પણ આશ્ચર્યની વાત છે તેથી સિક્યોરિટી ની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.

તસ્કરોનો તરખાટ યથાવત
સુરત મહાનગર પાલિકા સિક્યુરિટી પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરે છે તેમ છતાં સુરત પાલિકાની કેટલીક મિલકતોમાં ચોર પેઢા પડી ગયાં છે. સુરત પાલિકાએ આપેલા સિક્યુરિટીની કામગીરી સતત વિવાદમાં જ આવતી રહી છે. પાલિકાના સિક્યુરીટીના કોન્ટ્રાક્ટમાં તમામ એજન્સીએ એક સરખા ભાવ ભરતા કોન્ટ્રાક્ટરોની રીંગ અને રાજકીય પીઠબળ અંગે અનેક વિવાદો બહાર આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post