જામનગર7 મિનિટ પહેલા
- કૉપી લિંક

જામનગરના સાધનાકોલોની વિસ્તાર તથા કિસાન ચોકમાં રહેતા બે શખ્સ સામે દારૂબંધી ભંગના ગુના નોંધાયેલા હોવાથી પાસાની દરખાસ્ત કરાયા પછી પાસાનું વોરંટ ઈસ્યુ થતાં બંને શખ્સને સુરત તથા વડોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યાં છે.
જામનગરમાં અસામાજિક પ્રવૃત્તિ આચરતા અને દારૂબંધી ભંગની પ્રવૃત્તિ કરતા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે એસપી પ્રેમસુખ ડેલુ એ આપેલી સૂચનાના પગલે એલસીબીએ કેટલાક બુટલેગરોના ઈતિહાસ ચકાસવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન શહેરના કિસાન ચોકમાં સૂર્યવંશી ચોક પાસે રહેતા સુરેશ તથા સાધનોકોલોનીમાં ચાંદની ચોકમાં રહેતા વિપુલ સામે દારૂબંધી ભંગના ગુના નોંધાયેલા હોવાનું જણાઈ આવતા આ શખ્સો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
તે દરખાસ્તને જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એ. શાહે મંજૂરી આપતા ગઈકાલે એલસીબીએ આ શખ્સોની અટકાયત કરી છે. જેમાંથી સુરેશને વડોદરા જેલમાં તથા વિપુલને સુરતની લાજપોર જેલમાં ધકેલી આપવામાં આવ્યાં છે.