અમદાવાદએક મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને કાઢ્યા બાદ રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને પકડવી અને દાણીલીમડા, બાકરોલ અને લાંભા ખાતેના ઢોરવાડામાં રાખવામાં આવે છે. રખડતા ઢોર પકડવાની કામગીરીમાં રોજબરોજ ઢોરની સંખ્યા વધી રહી છે અને પશુ માલિકો ઢોર છોડાવી જતા નથી. જેના કારણે બે ઢોરવાડામાં હવે પશુઓ રાખવાની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં ક્ષમતા કરતા વધુ પશુઓ હાલમાં રાખવા પડે તેવી પરિસ્થિતિમાં છે. જેથી લાંભા ખાતે નવો ઢોરવાડો ઉભો કરવામાં આવ્યો છે. જેમાં પણ હાલમાં 700 જેટલા ઢોર રાખવામાં આવી રહ્યા છે.
હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે. જેમાં દરરોજના ઢોર પકડી અને ઢોર વાળા ખાતે રાખવામાં આવી રહ્યા છે. દાણીલીમડા ઢોરવાડામાં 1800 જેટલા ઢોર રાખવાની ક્ષમતા છે. જેની સામે 1740 જેટલા ઢોર રાખવામાં આવ્યા છે. બાકરોલ ખાતે 1,400 ઢોર રાખી શકાય છે જેની સામે 1420 જેટલા ઢોર રાખવામાં આવ્યા છે. લાંભા ખાતે પણ નવો ઢોરવાડો ઉભો કરવામાં આવ્યો છે. જેમાં 700 જેટલા ઢોર રાખવામાં આવ્યા છે. જે પણ ઢોર પકડી લાવવામાં આવે છે તે ઢોરને છોડાવવા માટે મોટાભાગે પશુ માલિકો આવતા નથી જેના કારણે ઢોરવાડામાં ઢોર રહે છે. બે જગ્યાએ ઢોરવાડામાં પૂર રાખવાની ક્ષમતા કરતા વધુ ઢોર રાખવામાં આવ્યા છે.