દાહોદ11 મિનિટ પહેલા
- કૉપી લિંક

દાહોદ જિલ્લામાં ચાલકની ગફલતને કારણે અકસ્માતના બે બનાવો બન્યા હતા.જેમાં બે વ્યકિતઓ સ્થળ પર જ કાળનો કોળીયો બન્યાનુ હતા તેમજ એકને ગંભીર ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.
રસ્તે ચાલતા જતા છોકરાને રિક્ષા નીચે કચડી નાખતા મોત થયુ
દાહોદ જિલ્લામાં અકસ્માતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ દાહોદ તાલુકાના કતવારાથી આગાવાડા જતાં રોડ પર રાત્રીના પોણા દશ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક ઓટો રીક્ષા ચાલક તેની જીજે-20 ડબલ્યુ-4954 નંબરની રીકશા પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જતો હતો.ત્યારે કતવારાથી આગાવાડા તરફ જતાં રોડ પર રોડની સાઈડમાં ચાલતા જઈ રહેલા સાવન નામના છોકરાને ટક્કર મારી રોડ પર પાડી દઈ તેના પર ઓટો રીક્ષા ચડાવી દઈ તેને શરીરે તથા માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.જ્યારે રીક્ષા ચાલક ઓટો રીક્ષા સ્થળ પર જ મૂકી નાસી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ કતવારા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ જનાર સાવન નામના છોકરાની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ પચનામં કરી પોસ્ટ મોર્ટમ માસે લાશને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી ગમલા ગામના કમલેશભાઈ રમેશભાઈ સંગાડાએ આ સંબંધે નોંધાવેલ ફરિયાદને આધારે કતવારા પોલિસે ઓટો રીક્ષા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફક્ત બાઈક સ્લીપ થઈને પાછળ બેઠેલા યુવકનુ સ્થળ પર મોત થયુ
અકસ્માતનો બીજો બનાવ ધાનપુર તાલુકાના આંબાકાંચ ગામે ભુરીયા ફળિયામાં પાકા ડામર રોડ પર મોડી રાતના બે વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં ગરબાડા તાલુકાના ભે ગામે રહેતા અનીલભાઈ રમેશભાઈ ભુરીયા પોતાની જીજે-20 એ.આર-6927 નંબરની મોટર સાયકલ પર પાછળ જીગ્નેશભાઈ રમેશભાઈ મોહનીયાને બેસાડી જતાં હતા. આંબાકાચ ગામે ભુરીયા ફળિયામાં પાકા ડામર રોડ પર વધુ પડતી ઝડપને કારણે ચાલક અનીલભાઈ ભુરીયાએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટર સાયકલ સ્લીપ ખાઈ જતાં મોટર સાયકલ ઉપર પાછળ બેઠેલ જીગ્નેશભાઈ રમેશભાઈ મોહનીયાને શરીરે તથા માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અનીલભાઈ રમેશભાઈ ભુરીયાને શરીરે ઈજાઓ થતાં તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બાઇક ચાલક સામે ગુનો નોંધાયો
આંબાકાચ ગામના સરપંચ ફળીયાના અંકીતભાઈ સમસુભાઈ મોહનીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે અનીલભાઈ રમેશભાઈ ભુરીયા વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.