Wednesday, April 19, 2023

રાજુલાની સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી બે ડોકટર ઝડપાયા, મહિલા તબીબ પાસે તો ગાયનેકની ડિગ્રી ન હોવા છતા સોનોગ્રાફી કરતા હતા | Two doctors caught from Rajula's Samarpan Multispeciality Hospital, the lady doctor was doing sonography despite not having a degree in gynecology. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Two Doctors Caught From Rajula’s Samarpan Multispeciality Hospital, The Lady Doctor Was Doing Sonography Despite Not Having A Degree In Gynecology.

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરની ખાનગી સમર્પણ મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના દરોડાથી ખળભળાટ મચી ગયો છે અહીં ભાવનગર આરોગ્ય વિભાગના આર.ડી.ડી.ડાયરેકટર મનીષ ફેન્સી,અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી આર.એમ.જોષી સહિત આરોગ્ય વિભાગ ટીમના ઓફિસરો દ્વારા દરોડો પાડતા ચોંકાવનારી માહિતી બહાર આવી છે. અહીં રાજુલા સિવિલ હોસ્પિટલના બે ડોક્ટરો અહીં અન્યની જગ્યાએ પ્રેક્ટ્રિક્સ કરતા રંગે હાથ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે.

આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન ડો.મહેશ કાતરીયા નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાંત તરીકે પ્રેક્ટિકસ કરતા ઝડપાયા છે. સાથે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી તેમનો પગાર પણ લઈ રહ્યા હતા સાથે ખાનગી હોસ્પિટલમાં ભૂમિકા કડીયા સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે પ્રેક્ટિકસ કરતા ઝડપાયા છે. આ ડો.ભૂમિકા કડીયા પાસે હજુ ગાયનેક વિભાગની ડીગ્રી ન હોવાનુ ખુલ્યું છે. જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ કરી કાર્યવાહી હાથ ધરી છે. બંનેના નિવેદન લેવાયા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત બંનેને નોટિસો હાલ ફટકારવામાં આવી છે. હાલ જિલ્લા આરોગ્ય અધિકારીને સમગ્ર તપાસ સોંપવામાં આવી છે.

ભાવનગર આરોગ્ય વિભાગના આર ડી.ડી.ડાયરેકટર મનીષ ફેન્સીએ જણાવ્યું રાજુલા શહેરના સરકારી હોસ્પિટલના બે ડોક્ટરો ફરજ બજાવે છે સરકાર તેમને પગાર પણ આપે છે તેમને ત્યાં ફરજ બજાવવાની હોય છે. સમર્પણ હોસ્પિટલમાં પોતાની પ્રવાવેટ પ્રેક્ટ્રિક્સ કરતા રંગે હાથ ઝડપાયા છે. ભૂમિકા કડીયા ગાયનેક ડીગ્રી ધરાવતા ન હોવા છતાં અહીં પ્રેક્ટિકસ કરતા હતા અને સોનોગ્રાફી કરતા હતા જેથી જરૂરી કાર્યવાહી કરી છે હવે પછીની કાર્યવાહી જિલ્લા આરોગ્ય અધિકારી કરશે.

અન્ય સમાચારો પણ છે…