સુરેન્દ્રનગરમાં બોગસ પ્રમાણપત્રો સાથે શિક્ષકોની ભરતી કેસમાં વધુ બે આરોપીઓને બે વર્ષની સજા | Two more accused in Surendranagar recruitment case of teachers with bogus certificates sentenced to two years | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગરમાં બોગસ પ્રમાણપત્રો સાથે શિક્ષકોની ભરતીના કેસમાં વધુ બે આરોપીઓને બે વર્ષની સજા કોર્ટે ફટકારી છે. ઉમેદવારો અને પ્રમાણપત્રોની ડાઇ બનાવનારા સામે કુલ 16 કેસ નોંધાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમીક શિક્ષકોની ભરતી માટે તા. 31-1-1989ના રોજ ઈન્ટરવ્યું યોજાયા હતા. જેમાં રાજ્યભરમાંથી ઉમેદવારો શિક્ષક તરીકે ભરતી થવા માટે પ્રમાણપત્રો સાથે આવ્યાં હતા. ત્યારે પસંદગી સમીતીના સભ્યોએ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કરતા અમુક ઉમેદવારોના પ્રમાણપત્રો 10ની માર્કશીટમાં આપેલા સીટ નંબરની ચકાસણી દરમીયાન તે નંબર પર અન્ય ઉમેદવારે પરીક્ષા આપી હોવાનું બહાર આવ્યું હતું. આથી તત્કાલીન જિલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી કે.ટી.ભીલે અલગ-અલગ 16 કેસ સુરેન્દ્રનગરના સીટી પોલીસ મથકે નોંધાવ્યાં હતા.

મૌખીક તથા દસ્તાવેજી પુરાવા જેમાં બોગસ પ્રમાણપત્રો સાથે પુરાવાના આધારે આવનારા ઉમેદવારો અને આરોપીઓને 2 વર્ષની સજા બોગસ પ્રમાણપત્રના આધારે ફટકારી છે. જેમાં બોટાદના ડાઇ બનાવનારા સામે છેતરપીંડી અને ખોટા પ્રમાણપત્રોને સાચા બતાવી સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન સહિતની કલમો સાથે ફરીયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગેના કેસ એક પછી એક એમ પાછલા લાંબા સમયથી ચાલતા હતા. જેમાં 16 કોર્ટ કેસોમાંથી 12 કેસોનો ચુકાદો અગાઉ આપી દીધો હતો.

તાજેતરમાં 2 કેસોમાં કોર્ટે 6 આરોપીઓને 2 વર્ષની સજા ફટકારી હતી. ત્યારે આ જ બનાવમાં વધુ એક નોંધાયેલા કેસમાં સુરેન્દ્રનગર ચિફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ડી.એલ.ચૌહાણે સરકારી વકીલ એ.બી.દેસાઇની દલીલો, મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓના આધારે 2 આરોપીઓેને 2 વર્ષની સજા ફટકારી હતી. જેમાં બોટાદના ટાંકોલીયા જયંતકુમાર લાલજીભાઈ અને ડાભી અરવિંદભાઇ સવજીભાઇને 2 વર્ષની સજા અને રૂ. 2 હજારના દંડ ફટકારાયો છે અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કરાયો છે. વધુમાં આ કેસ દરમિયાન ચાર આરોપીઓ અવસાન પામતા તેમની વિરુદ્ધનો કેસ એબેટ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post