Friday, April 14, 2023

વલસાડના ધમડાચી પાસેથી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા, દારૂ સંતાડવા માટે કારની સીટમાં બનાવ્યું હતું ગુપ્ત ખાનું | Two persons were caught with liquor from Valsad's raider, a secret compartment was made in the car seat to hide the liquor. | Times Of Ahmedabad

વલસાડ8 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ રૂરલ પોલીસની ટીમે સુગર ફેક્ટરી બ્રિજ પાસે એક કારને અટકાવી ચેક કરતા કારમાં બનાવેલા ચોર ખાનામાંથી સેલવાસથી સુરત લઈ જવાતો 240 બોટલ વિદેશી દારૂનો જથ્થો વલસાડ રૂરલ પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે. દારૂના જથ્થા સાથે સુરતના કાર ચાલકની ધરપકડ કરી રૂરલ પોલીસે 1.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહીબિશનની પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન મળેલી બાતમીના આધારે એક કાર નંબર GJ 05 CG 4862માં કાર ચાલકની સીટ અને તેની બાજુમાં આવેલી સીટમાં બનાવેલા ચોર ખાનામાં, સેલવાસથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરી, કાર ચાલક વલસાડ હાઇવે થઈ સુરત તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી.

મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ સુગર ફેક્ટરી બ્રિજ પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી ઉભી હતી. જે દરમિયાન બાતમીના વર્ણન અને નંબર વાળી કાર આવતા વલસાડ રૂરલ પોલીસની ટીમે કારને અટકાવી ચેક કરતા, કારમાં બનાવેલા ચોર ખાનામાંથી 240 બીટલ વિદેશી દારૂનો જથ્થો રૂલર પોલીસે કાર ચાલક લાલિતભાઈ લક્ષ્મણભાઈ ઓડની અટકાયત કરી મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ રૂલર પોલીસની ટીમે કાર, દારૂનો જથ્થો મળી કુલ 1.12 લાખ નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.