Saturday, April 1, 2023

થાનગઢમાં ગેરકાયદેસર હથિયારના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને બે વર્ષની જેલની સજા | Two years imprisonment for three persons involved in illegal arms crime in Thangarh | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે નવ વર્ષ પહેલા 2014માં ગેરકાયદે હથિયારના કેસમાં ઝડપાયેલા ત્રણ શખ્સોને થાન કોર્ટે બે વર્ષની જેલની સજા અને રૂા.બે હજાર દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. નવ વર્ષ પહેલાના કેસમાં થાનગઢ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે.

2014માં થાનગઢ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન મહાલક્ષ્મી શેરીમાંથી દિગ્વીજયસિંહ હેમંતસિંહ ઝાલા નામના શખ્સને ગેરકાયદે તમંચા સાથે ઝડપી લઈને આકરી પૂછપરછ કરતા તેણે આ હથિયાર ચોટીલાના પરબડી ખોડીયાર આશ્રમમાં રહેતા ગુલાબસંગ ઉર્ફે શિવનંદજી સરસ્વતી ગુરૂ માધવાનંદ સરસ્વતી જાલમસંગ રાઠોડ પાસેથી મેળવ્યા હોવાનું ખુલ્યું હતું.

પોલીસે શિંવાનંદજીની ધરપકડ કરીને પુછપરછ કરતા તેઓએ આ હથિયાર આણંદપુરના વસ્તાભાઈ ભનુભાઈ જોગરાણા પાસેથી વેચાણ લીધુ હોવાનું ખુલ્યુ હતું. પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. થાનગઢ કોર્ટમાં તાજેતરમાં આ કેસ ચાલી જતા જજ એ.એફ.અંસારીએ દિગ્વીજયસિંહ, શિવાનંદજી અને વસ્તાભાઈને કસુરવાર ઠેરવીને બે-બે વર્ષની જેલની સજા અને રૂા. બે-બે હજાર દંડ ફટકારતો ચુકાદો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.