હિંમતનગરમાં UGVCLના કંપની દિવસની ઉજવણી; અધિકારી-કર્મચારીઓએ ભાગ લઈ 32 બોટલ રક્તદાન કર્યું | Company Day celebration of UGVCL in Himmatnagar; Officers and staff participated and donated 32 bottles of blood | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, હિંમતનગરની વર્તુળ કચેરી દ્વારા કંપની દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત અધિક્ષક ઇજનેર જી.જે. ધનુલાની રાહબરી હેઠળ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હિંમતનગરના રેડક્રોસ સોસાયટીના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વર્તુળ કચેરીના તાબા હેઠળની તમામ વિભાગીય કચેરી અને પેટા-વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારી અને અધિકારી દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો.

આ બ્લડ-ડોનેશન કેમ્પ દરમિયાન વર્તુળ કચેરીના વહીવટી વડા જે.એમ. રોય પોતે બ્લડ કેમ્પમાં સહભાગી થઈ બ્લડ આપી બીજા કર્મચારીઓને બ્લડ આપવા પ્રોત્સાહિત કર્યા હતા. આકસ્મિક જરૂરિયાત સમયે કોઈકની જિંદગી બચાવી શકાય તેવા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم