Monday, April 24, 2023

રાજકોટના ગંજીવાડા પાસે કાકા-ભત્રીજાએ યુવકને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો, આડાસંબંધને પરિણામે ખૂન કર્યાનું ખુલ્યું | Uncle-nephew stabs youth to death near Ganjiwada in Rajkot, murder revealed as result of cross-relationship | Times Of Ahmedabad

રાજકોટ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મૃતક સલીમ ઓડિયા

રાજકોટનાં થોરાળા વિસ્તારમાં આવેલા ગંજીવાડા પાસે મહાકાળી ચોકમાં યુવકની હત્યા થયાની ઘટના સામે આવી છે. જેમાં માતાને ભગાડી જનાર યુવકને પુત્ર અને તેના કાકાએ સરાજાહેર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે થોરાળા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી એક આરોપીને સકંજામાં લઈ મૃતકની લાશને પોસ્ટમોર્ટમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મહાકાળી ચોકમાં યુવકની હત્યા

મહાકાળી ચોકમાં યુવકની હત્યા

જાહેરમાં છરી વડે હુમલો કર્યો
આજે બપોરના સમયે મહાકાળી ચોક નજીક સલીમ ઓડિયા નામના યુવક પર બે શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો. જેમાં છાતીના ભાગે છરી લાગી જતા સલીમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને સ્થાનિકો એકઠા થઇ જતા બંને હુમલાખોરો નાસી છૂટ્યા હતા. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા થોરાળા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જેમાં થોરાળા પોલીસે તાત્કાલિક અસરથી આબીદ નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

આડાસંબંધ હોવાનું ખુલ્યું
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સલીમ ઓડિયાને મહિલા સાથે આડાસંબંધ હોવાનું અને સલીમ તેને ભગાડી ગયો હોવાનું સામે આવ્યું છે. તેમજ આ કારણે મહિલાના પુત્ર અને કાકાએ સલીમને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ ગુનામાં સામેલ બીજા આરોપીને ઝડપી પાડવા તપાસનો અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

રાજાહેર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

રાજાહેર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

અન્ય સમાચારો પણ છે…

Related Posts: