પાટણ21 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવતા નૂતન સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ઉદભવતા આ વિસ્તારમાં રહેતા લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઉભી થવા પામી છે.

આ વિસ્તારની ભૂગર્ભ ગટર મોટા પ્રમાણમાં ઉભરાતા દુર્ગંધયુક્ત પાણી માગૅ પર ફરી વળ્યાં હતા જેના કારણે માગૅ પર થી પસાર થતા લોકોને આ દુર્ગંધ થી પરેશાની ભોગવવી પડી હતી. તેમજ આજુબાજુમાં રહેતા લોકો પણ દુગૅધ ને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
આ ભૂગર્ભ ગટર ની સમસ્યા બાબતે નગરપાલિકા ને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં નગરપાલિકા આ વિસ્તાર જી યુ ડી સી ની જવાબદારી મા આવે તેવા જવાબ આપે છે જ્યારે જી યુ ડી સી ના અધિકારીઓને વાત કરી ત્યારે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયેલ હોય તેની ફાઈલ ઉપર પ્રમુખ સહી નથી કરતા તેથી અમારે મેન્ટેનન્સનું કામ કોન્ટ્રાક્ટરને આપેલું હતું તે કોન્ટ્રાક્ટર પણ પૈસા નહિ મળવાના કારણે કામ છોડીને ચાલી ગયો છે તેવું રહિશો ને જણાવી રહ્યા છે .
પાલીકા અને જીયુડીસી ની વચ્ચે આજે આ ઓજી વિસ્તાર સહિતના અન્ય વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યાથી પ્રજા પરેશાની ભોગવી રહી છેતો નગરપાલિકા સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવી પ્રજાને ઉભરાતી ભૂગર્ભ ગટર ની સમસ્યા માંથી મુક્તિ અપાવે તેવી માગણી વિસ્તાર ના લોકો કરી રહ્યા છે.