અમદાવાદ6 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદમાં ખાણીપીણીની લારીઓ અને ફાસ્ટફૂડની દુકાનોમાં ભેળસેળવાળી ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય છે. જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મેગા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખાણીપીણીની દુકાનો હોટલ રેસ્ટોરન્ટ અને લારીઓ વગેરે પર ચેકિંગ કરવામાં આવ્યું છે. આજે બુધવારે કુલ 83 જેટલી ખાણીપીણી લારીઓ, ફાસ્ટ ફૂડની દુકાનો, હોટલો વગેરેમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં બિન આરોગ્યપ્રદ ફ્રુટ તેમજ શાકભાજી અને ચટણી સોસ જ્યુસ તેમજ પાણીપુરીનું પાણી મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આજે ફૂડ વિભાગ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ, નિકોલ, ઓઢવ અને પશ્ચિમ વિસ્તારમાં પાલડી, નવરંગપુ,રા વાસણા, ચાંદખેડા, મોટેરા, વાડજ સહિતના વિસ્તારોમાં આવેલી ખાણીપીણીની લારીઓ દુકાનો હોટલો વગેરે જગ્યાએ ચેકિંગ કર્યું હતું. કુલ 83 જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં 40 લોકોને નોટિસ આપવામાં આવી હતી ફૂડ વિભાગને ચેકિંગ દરમિયાન બગડેલા બટાકા, કેરી, તરબૂચ તેમજ પાણીપુરીની લારીઓ પરથી બિન આરોગ્યપ્રદ પાણીપુરીનું પાણી ચટણી સોસ વગેરે મળી આવ્યું હતું. જેનો નાશ કરવામાં આવ્યો હતો.