Friday, April 28, 2023

દાંતીવાડા કૃષિ યુનિ.ના નાબાર્ડ પુરસ્કૃત એસડીએયૂ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટરની કેન્દ્રીય મંત્રી અને પ્રવાસન મંત્રીએ મુલાકાત લીધી | Union Minister and Tourism Minister visited NABARD Awarded SDAU Rural Business Incubation Center of Dantiwada Agricultural University | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)5 કલાક પહેલા

  • કૉપી લિંક

સોમનાથ ખાતે ચાલી રહેલા ગુજરાત અને તમિલનાડુ સરકાર દ્વારા સહ-આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમના કાર્યક્રમમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને નાબાર્ડના સંયુક્ત ઉપક્રમે સ્થપાયેલ એસડીએયૂ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટરની કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહજી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

આ દરમિયાન પ્રતિનિધિઓ દ્વારા ઇન્કયુબેટીઝ અને સ્ટાર્ટ અપ્સ વિશે મંત્રીને માહિતગાર કરવામાં આવ્યાં હતા. ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રોમાં વિકાસ અર્થે કાર્યરત તેમજ નાબાર્ડ પુરસ્કૃત ઇન્કયૂબેશન સેન્ટર સમગ્ર ગુજરાત અને પશ્ચિમ ભારતનું આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે. મંત્રી દ્વારા ઇન્કયુબેટીઝ અને તેમના નવીન ઈનોવેટીવ સાહસને બિરદાવવામાં આવ્યાં હતા. તથા તેમની કામગીરીની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવી હતી. તેમજ ભવિષ્યમાં પણ નાબાર્ડ પુરસ્કૃત એસડીએયુ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટર પોતાના ઇન્કયુબેટીઝ અને સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન આપતું રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.