Friday, April 28, 2023

સુરતમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ મોતની આશંકા, ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાના નિશાન | In Surat, after rape of a five-year-old disabled girl, death was feared, severe injuries were found on the genitals of the girl. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, After Rape Of A Five year old Disabled Girl, Death Was Feared, Severe Injuries Were Found On The Genitals Of The Girl.

સુરત34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પાંચ વર્ષની બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી - Divya Bhaskar

પાંચ વર્ષની બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી

સુરતમાં 5 વર્ષીય દિવ્યાંગ બાળકીનું મોત થયું છે. દિવ્યાંગ બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજાના નિશાન મળી આવતા દુષ્કર્મ થયું હોવાની આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાવતા ચોક બજાર પોલીસ દોડતી થઈ ગઈ હતી. તાત્કાલિક બાળકીની લાશનું પીએમ કરાવવામાં આવ્યું હતું. જેને લઇને પ્રાથમિક રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. જોકે, હાલ બાળકીના જરૂરી સેમ્પલો લઇ આગળ તપાસ માટે મોકલાયા છે.

ઘરે પરત ફરતા બાળકી તબિયત લથડી
સુરતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ બાદ તેને લઈ તેનું મોત થયું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય દિવ્યાંગ બાળકી ઘર પાસે રમતી હતી અને ત્યારબાદ થોડા સમયબાદ બાળકી ઘરે આવી હતી અને અચાનક જ તેની તબિયત લથડી હતી, જેને લઇ તે બેભાન થઈ ગઈ હતી. જેથી પરિવાર બાળકીને લઈ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.

બાળકીના મોતને લઇ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલમાં
બાળકીના મોત પાછળ ડોક્ટરે તેની સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે આ અંગેની જાણ ચોક બજાર પોલીસને કરવામાં આવી હતી. જેને લઇને પોલીસ તંત્ર દોડતું થયું હતું. બાળકીના મોતને લઇને પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને જરૂરી તપાસ હાથ ધરી હતી.

હત્યાની આશંકાએ પોલીસે બાળકીનું પીએમ કરાવ્યું
ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ આવ્યા બાદ બાળકીના મોત પાછળનું કારણ જાણવા તપાસમાં જોતરાઇ ગયો હતો. ત્યારે ડોક્ટર સાથે પોલીસ તપાસમાં બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. જેથી બાળકી પર દુષ્કર્મ આચરાયું હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુષ્કર્મને કારણે બાળકીનું મોત થયું હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. બાળકીનું દુષ્કર્મ બાદ હત્યાની આશંકાને લઇ પોલીસે તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

બાળકીના જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા
બાળકીના પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. ત્યારે દિવ્યાંગ બાળકીના મોતને લઇ ચોક બજાર પોલીસ મથકના પીઆઇ એમ.બી. ઔસુરાએ જણાવ્યું હતું કે, બાળકીનું પ્રાથમિક પીએમ કરી દેવામાં આવ્યું છે. જેમાં બાળકીની પાંસળી ડેમેજ થવાથી બાળકીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે. જેથી બાળકી પર દુષ્કર્મ આચરાયું હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. જોકે, બાળકીની લાશનું પીએમ કરાવી તેના જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે અને તેને ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.

ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ તપાસમાં જોડાઇ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બાળકીની ઉંમર 5 વર્ષ છે અને તે જન્મથી એક પગે દિવ્યાંગ હતી. તેમજ બાળકી સાથે શું ઘટના બની હતી તે મામલે પોલીસ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ટીમ તપાસમાં જોડાઇ છે અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.