કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષ સ્થાને ચોટીલા ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ | Union Minister Dr. A meeting of the Direction Monitoring Committee was held at Chotila under the chairmanship of Mahendrabhai Munjpara | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને આજરોજ તાલુકા સેવા સદન – ચોટીલા ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના જુદાં-જુદાં વિભાગો હેઠળનાં યોજનાકીય વિકાસ કામોની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. વિવિધ યોજનાઓના લાભ જનસમુદાયને સમયસર મળી રહે તે રીતે સુચારૂ આયોજન હાથ ધરવા મંત્રીએ સંબધિત અધિકારીઓને માર્ગદર્શન-સુચનો આપ્યા હતા.

આ બેઠકને સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી સમયસર પહોંચે, સાચા અર્થમાં લોકો આત્મનિર્ભર બને અને જિલ્લો વિવિધ ક્ષેત્રોમા ઉચ્ચ કક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરે તે દિશામાં સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું. જિલ્લામાં ખનીજ ચોરીની ફરિયાદો, વીજળીને લગતી સમસ્યાઓ, ગ્રામ્ય વિસ્તારમાં રોડ-રસ્તા, આરોગ્ય અને પાણી સહિતની સમસ્યાઓ, આધારકાર્ડમાં સુધારા – વધારા સહીતના પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવા માટે જરૂરી પગલા લેવા વિવિધ વિભાગોને સુચના આપી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કરવામા આવતા કામો, સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત થયેલી કામગીરી તેમજ અન્ન નાગરિક પુરવઠા, આરોગ્ય, શિક્ષણ, નગરપાલિકા વિસ્તાર સહિતના ક્ષેત્રોમા જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરતા અમલીકરણ અર્થે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતુ. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી સંપટે આ બેઠકમાં જિલ્લામા ચાલતા યોજનાકીય કામો સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી. આ બેઠકમા ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દૂધાત, ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર સહિત સંબધિત વિભાગોના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…