અમરેલીમાં ઠેબી નદી-ડેમ કાંઠે રિવરફ્રન્ટના નિર્માણની સંભાવનાઓ માટે જરુરી રિપોર્ટ તૈયાર કરવા કેન્દ્રીય મંત્રીએ સૂચના આપી | Union Minister instructed to prepare necessary report for feasibility of construction of riverfront along Thebi River-Dam in Amreli | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Union Minister Instructed To Prepare Necessary Report For Feasibility Of Construction Of Riverfront Along Thebi River Dam In Amreli

અમરેલી4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કેન્દ્ર સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી અને રાજ્યસભાના સાંસદ પરશોત્તમ રૂપાલાએ અમરેલી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ આદર્શ ગ્રામ યોજના અને સંસદસભ્યની ગ્રાન્ટ હેઠળના અમરેલી જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા કરી હતી.

જિલ્લા કલેક્ટર અજય દહીયા અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કેન્દ્રીય મંત્રીએ અમરેલી જિલ્લામાં પ્રગતિ હેઠળના વિકાસકાર્યો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેઓએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અને સંસદસભ્યની ગ્રાન્ટ હેઠળના કામોની સમીક્ષા કરી હતી. બાકી રહેતા કામો સત્વરે સમાપ્ત કરવા માટે પણ તેમણે સૂચના આપી હતી. સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) અંતર્ગત અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના ચિત્તલ, બગસરા તાલુકાના હામાપુર, લીલીયા તાલુકાના મોટા લીલીયા, સાવરકુંડલા તાલુકાના સેંજળ, જાફરબાદ તાલુકાના શિયાળબેટ, બાબરા તાલુકાના ખંભાળા, લાઠી તાલુકાના સુવાગઢ ગામે વર્ષ 20218-2023દરમિયાન મંજૂર થયેલા કામો, આ સમય દરમિયાન પૂર્ણ થયેલા કામો, પ્રગતિ તળેના કામો અને જે કામ શરુ નથી થયા તે અંગે સમીક્ષા કરી હતી.

અધિકરીઓને જરુરી સૂચના આપી
અધિકારીઓને જરુરી સૂચનો કર્યા હતા. બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ અમરેલી શહેરની ભાગોળે આવેલા ઠેબી ડેમ-નદીના કાંઠે રિવરફ્રન્ટના નિર્માણની સંભાવનાઓ અને આ અંગે અગાઉ કરવામાં આવેલી પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી. ઉપરાંત જણાવ્યુ હતુ કે, અમરેલી શહેરમાં ઠેબી કાંઠે રિવરફ્રન્ટ બનાવવા માટે જરુરી પ્રક્રિયા, અહેવાલો અને નાણાકીય ખર્ચ સહિતની વિગતો સત્વરે મેળવી અને આ કાર્ય કેવી રીતે સુચારુ રીતે કરી શકાય તે અંગે આયોજન કરવું જોઈએ. અમરેલી શહેરના નાગરિકો માટે રિવરફ્રન્ટ એ એક સુંદર પ્રોજેક્ટ બની શકે તેવી શક્યતાઓ છે.

કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નિર્માણ પામેલા અને નિર્માણાધીન જિલ્લાદીઠ 75 અમૃત સરોવરના કામો અંગે પણ સમીક્ષા કરી હતી. તેઓએ અમૃત સરોવરની સાઈટ પર વૃક્ષારોપણ, ધ્વજ વંદન કરી શકાય તે માટેની સુવિધા વિકાસવા અંગે સૂચનો કર્યા હતા.

અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ, કેન્દ્રીય મંત્રીનો સ્વાગત – સત્કાર કર્યો હતો. અધિક જિલ્લા કલેક્ટર વાળાએ કેન્દ્રીય મંત્રીનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારી લલિત અમીને કર્યુ હતુ. બેઠકમાં જિલ્લાના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…