પાઇપ બનાવવાની ફેક્ટરીમાંથી અજાણ્યા ઈસમોએ ચોરી કરી; રહેણાંક મકાનમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો | An unknown Esmo stole from a pipe-making factory; A quantity of foreign liquor was seized from a residential house | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)9 કલાક પહેલા

  • કૉપી લિંક

4.61 લાખના મત્તાની ચોરી…
ગોધરા શહેરના રબ્બાની મહોલ્લા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે રહેતા જુનેદ અહેમદ પટેલ નામના વ્યક્તિની ગોધરા તાલુકાના સીમલીયા ઘોડા ત્રણ રસ્તા પાસે પરફેક્ટ પાઇપ એન્ડ સિમેન્ટ આર્ટિકલ નામની પાઇપ બનાવવાની ફેક્ટરી આવેલી છે. ત્યારે ગત 7 તારીખે બપોરના સમયે તેઓ ફેક્ટરી બંધ કરીને ઘરે ગયા હતા. જે વેળાએ અજાણ્યા તસ્કરો તેઓની ફેક્ટરીમાં ત્રાટક્યાં હતા. ફેક્ટરીમાં અલગ અલગ જગ્યાએ મૂકી રાખેલા સાધનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતાં.

જેમાં ફેક્ટરીના કમ્પાઉન્ડમાં અને ગોડાઉનમાં મૂકી રાખેલા રૂ 4.12 લાખની કિંમતની 103 જેટલી બીડની રિંગો, રૂ. 31,500ની કિંમતના 7 જેટલા પાઇપ બનાવવાના ફાડિયા રૂ. 10 હજારની કિંમતના નાનું અને મોટું ગિયર બોક્સ અને રૂ. 1500ની કિંમતના લોખંડના વાયર બાંધવાના રનર મળીને કુલ રૂ 4.61 લાખની મત્તાની કિંમતના સાધનોની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ફેક્ટરી માલિક દ્વારા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધીને અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

વિદેશી શરાબનો જથ્થો જપ્ત…
શહેરા તાલુકાના મોર ઉડારા વણઝારા ફળિયા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં વિદેશી શરાબનું વેચાણ કરી રહ્યાની બાતમીના આધારે ગોધરા એલસીબી શાખા એ રેડ દરમિયાન મકાનમાંથી વિદેશી શરાબના જથ્થા સાથે 60,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા એલસીબી શાખાના પોલીસ કોન્સ્ટેબલ મનુ કુંવરસિંહે જણાવ્યું હતું કે, ગઈકાલે શહેરા તાલુકાના મોર ઉડારા ગામે વણઝારા ફળિયામાં વિદેશી શરાબનું વેચાણ થઈ રહ્યાની બાતમીના આધારે મોર ઉડારા વણઝારા ફળિયામાં રહેતા રાજુ વણઝારાને ત્યાં રેડ દરમિયાન તેમના રહેણાંક મકાનમાંથી વિદેશી શરાબની 13 જેટલી વિદેશી શરાબની પેટીઓ, જેની કિંમત 60,528 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે વિદેશી શરાબનું વેચાણ કરનાર રાજુ વણઝારા એલસીબીની રેડ દરમિયાન ભાગી ગયો હતો. હાલ તો શહેરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم