ભાવનગર17 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક રત્ન કલાકાર યુવાન પર અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ જતાં તડફડીયા મારતાં યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે એકઠા
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના પ્રભુદાસ તળાવમા રહેતો અશ્વિન લક્ષ્મણભાઈ મકવાણા ઉ.વ.32 આજ રોજ બપોરના સુમારે કુંભારવાડા વિસ્તારમાં માઢીયા રોડ પર આવ્યો હતો, જ્યાં તકદીર ઓટો સેન્ટર નામની દુકાનમાં સેકન્ડ બાઈક ખરીદવા માટે ગયો હતો, જયાં યુવાન બાઈક જોઈ રહ્યો હતો તે વેળાએ અચાનક આવી ચડેલા શખ્સોએ યુવાન કંઈ સમજે-વિચારે એ પહેલાં જ છરી વડે હુમલો કરી પીઠ પેટ તથા પગના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી હુમલાખોરો ફરાર થઈ ગયા હતાં, જયારે લોહીથી લથબથ યુવાન સ્થળપર ફસડાઈ પડતાં લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે એકઠા થયા હતા.

પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો
જેમાં કોઈએ 108ને જાણ કરતાં આપાતકાલિન સેવા સ્થળપર દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને તત્કાળ સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી જયારે ગંભીર રીતે ઘવાયેલ યુવાનની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે સરા જાહેર થયેલ હુમલાને પગલે આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.