છોટા ઉદેપુર18 મિનિટ પહેલા
- કૉપી લિંક
નસવાડીમાં આજરોજ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ગાજવીજ થતાં મદન ઝાંપા વિસ્તારમાં એક તાડના ઝાડ પર વીજળી પડી હતી. નસવાડી ખાતે આજરોજ વહેલી સવારથી વાદળ વાતાવરણ છવાયું હતું અને બપોરે અચાનક ગાજવીજ સાથે વરસાદ વરસી પડયો હતો.

નસવાડી ખાતે જોરદાર ગાજવીજ થઈ હતી અને મદન ઝાંપા વિસ્તારના એક તાડના ઝાડ ઉપર વીજળી પડતા તાડનું ઝાડ સળગી ઉઠ્યું હતું. વીજળી પડવાની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જો કે સદ નસીબે વીજળી તાડના ઝાડ પર પડતા કોઈ નુકસાન કે જાનહાનિ થઈ ન હતી, જેને લઇને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…