Friday, April 21, 2023

અંજાર અને ગાંધીધામ તાલુકામાં કમોસમી વરસાદી ઝાપટા પડતા માર્ગો પર પાણી વહી નીકળ્યા | Unseasonal rains in Anjar and Gandhidham talukas caused water to flow on the roads | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક

કચ્છના વાતાવરણમાં ફરી એક વખત પલટો આવ્યો છે. આજે પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં બપોર બાદ અચાનક માહોલ બદલાઈ ગયો હતો અને જોરદાર કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. ખાસ કરીને અંજારના વરસામેડી ગામે જોરદાર વરસાદ વરસી પડતા લોકોએ મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વહેતા કર્યા હતા.

કચ્છમાં હાલ પડી રહેલા સખત તાપ અને અંગ દઝાડતા વૈશાખી વાયરાના કારણે મહત્તમ તાપમાનનો પારો સતત હાઈ નોંધાઇ રહ્યો છે.ખાસ કરીને ભુજનું તાપમાન રાજ્યમાં અનેક વખત મોખરે નોંધાઇ ચૂક્યું છે. ત્યારે છેલ્લા બેત્રણ સિવસથી સખત પડતા તાપ અને ઉકળાટ વચ્ચે આજે પૂર્વ કચ્છના વિસ્તારના વાતવાતમાં અચાનક પલટો આવ્યો હતો. બળબળતા તાપના માહોલમાં વાદળો ઘેરાઈ ઉઠતા લોકોને ગરમીથી આંશિક રાહત થઈ હતી તો બપોરના 4.30 વાગ્યા બાદ પ્રથમ ગાંધીધામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું અને ત્યારબાદ અંજાર તાલુકાના વરસામેડી ગામે જોરદાર વરસાદ ખાબકી પડ્યો હતો.

અચાનક પડેલા વરસાદમાં બહાર રહેલા લોકો ભીંજાઈ ગયા હતા જ્યારે થોડીવારમાં જ વરસાદના પાણી જાહેર માર્ગો પર વહેતા જોવા મળ્યા હતા. વધુ વરસાદ પડે તો કચ્છના કિસાનોને ઉનાળુ પાકમાં હાનિ પહોંચવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: