અમરેલી5 કલાક પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપતા આજે બપોર બાદ અમરેલી જિલ્લામાં આવેલ બગસરા તાલુકામાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના ફરી જીવ તાળવે ચોટયા હતા. અહીં બગસરાના ખારી,ખીજડીયા, સહિત આસપાસના ગામડામાં વરસાદ પડવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જોકે કેટલાક છુટા છવાયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોટાભાગના વિસ્તારમાં કાળઝાળ ગરમી અને તાપમાનનો પારો ગગડયો હતો. જ્યારે અહીં વડીયા શહેર અને આસપાસ વાદળ છાયું વાતાવરણ ઉભું થતા કેટલાક વિસ્તારમાં ઝરમર વર્ષા થતા ખેડુરોની ચિંતામાં વધારો થયો છે.
અગાઉ કમોસમી વરસાદના કારણે અમરેલી જિલ્લામાં ભારે નુકસાન જતા ખેડૂતોમાં નારાજગી હતી. ત્યારબાદ સર્વેની કામગીરી પણ કરવામાં આવી હતી. જોકે હજુ સુધીમાં સર્વે બાદ કોઈ ખેડૂતોને વળતર નહિ મળતા નારાજગી વચ્ચે આજે વરસાદ ખાબકતા ફરી ચિંતાના વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે.