પાટણ9 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ જિલ્લામાં 29 એપ્રિલ સુધી હવામાન ખાતાની કમોસમી વરસાદની આગાહી બાદ વાતાવરણમાં આજે અચાનક આવ્યો પલટો હતો જેને લઈ રાધનપુર તાલુકા નાં કલ્યાણપુરા, સાતુંન, મોટી પીપળી જેવા અનેક ગ્રામ્ય વિસ્તાર માં વરસાદી ઝાપટાં બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

પાટણ જિલ્લામાં હવામાન વિભાગ વરસાદ ની અગાઈ ને પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે દિવસ દરમિયાન કાળઝળતી ગરમી બાદ અચાનક સાંજના સમયે વાતાવરણ મા પલટો આવ્યો ત્યાર બાદ સાંજના સુમારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ નું આગમન થયું બાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ ની એન્ટ્રી થતાં લોકોએ ઠંડક વાતાવરણ વચ્ચે હાશકારો અનુભવ્યો તો ગ્રામ્ય વિસ્તારો માં કમોસમી વરસાદ થતાં ખેડૂતો માં ચિંતા પ્રસરી હતી.