الجمعة، 28 أبريل 2023

જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડક અને વીજળી ડૂલ | Unseasonal rains lashed the district for the second consecutive day, chilling the atmosphere and lightning | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે અસહ્ય ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને પાટડી સહિતના તાલુકાઓમાં વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદ ખાબક્યો હતો. ખારાઘોડા રણમાં પણ મોડી સાંજે વરસાદ ખાબકતા રણમાંથી મીઠું ખેંચવાની સીઝનમાં ખલેલ પહોંચતા અગરિયા સમુદાય સહિત મીઠું પકવતા વેપારીઓનો જીવ પણ પડીકે બંધાયો હતો.

જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં પણ બપોર બાદ વાતાવરણમા પલટો આવ્યો હતો. અને ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અને કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ ખાબક્યો હતો. અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીમા વરસાદી વાતાવરણ સર્જાતાં વાતાવરણમાં ઠડંક પ્રસરી જવા પામી હતી. તે ઉપરાંત ચોટીલા પણ વાતાવરણ પલટાયું છે અને ઘટાટોપ વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાવાની સાથે વરસાદી છાંટા પડ્યા હતા. ગઇકાલે પણ સુરેન્દ્રનગર શહેરમાં પણ જોરદાર વરસાદ ખાબક્યો હતો. અને આજે સતત બીજા દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં વરસાદ ખાબકવાની સાથે વીજળી પણ ડૂલ થઇ ગઇ હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.