વડોદરાના મહાઠગ હર્ષિલ લીંબાચીયાએ દારૂના નશામાં પોલીસ સામે જ એક વ્યક્તિને ધમકી આપી, વીડિયો વાઈરલ | Vadodara gangster Harshil Limbachiya drunkenly threatens a man in front of the police, video goes viral | Times Of Ahmedabad

વડોદરા18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
મહાઠગ હર્ષીલ લીંબાચીયાની પોલીસે ધરપકડ કરી - Divya Bhaskar

મહાઠગ હર્ષીલ લીંબાચીયાની પોલીસે ધરપકડ કરી

અનેક લોકોને નોકરી અપાવવાની તેમજ એડમીશન અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર મહાઠગ હર્ષીલ લીંબચીયા ચાર દિવસથી પેરોલ ઉપર બહાર આવેલો છે. તે પોતાના ઘરે લાઇટ બીલની ઉઘરાણી આવેલા વ્યક્તિ સાથે ઝઘડો કરી રહ્યો હોવાની જાણ પોલીસને થતાં પોલીસ તેના ઘરે પહોંચી હતી. અને તેને દારુ પીધેલી હાલતમાં દબોચી લીધો હતો. પોલીસે તેના ઘરમાંથી પ્લાસ્ટીકના ગ્લાસ, ઠંડા પીણાની બોટલનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ ઠગ લઇને લિફ્ટમાંથી નીચે ઉતરતી વખતે તે કોઇને ધમકી આપી રહ્યો હોવાનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઇ હતી. આ અંગે ઠગ સામે પ્રોહિબીશન અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ જાપ્તો સાથે આવ્યો
શહેરના માંજલપુર પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ કિરણસિંહ પુનભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, મોડી રાત્રે કંટ્રોલ રૂમમાંથી વર્ધિ આવી કે મહાઠગ એ-1-501, સિદ્ધએશ્વર એવન્યુ, કલાલી ખાતે રહેતો હર્ષિલ પ્રવિણ લીંબચીયા ચાર દિવસના પેરોલ પર છુટેલો છે. તેના ઘરે સતિષભાઈ નામના વ્યક્તિ સાથે લાઇટ બિલ લેવા ગયા ત્યારે તેણે તેમની સાથે ઝઘડો કરે છે. માંજલપુર પોલીસને વર્ધિ મળતા જ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યાં સતિષભાઈ અને હર્ષિલ લીંબચીયા મળી આવ્યા હતા. ઘર બહાર પોલીસ જાપ્તો તૈનાત હતો. હર્ષિલને બૂમ પાડતા તે બહાર આવ્યો હતો. સાથે પોલીસનો જાપ્તો પણ હતો.

મહાઠગ પેરોલ ઉપર બહાર આવ્યો હતો

મહાઠગ પેરોલ ઉપર બહાર આવ્યો હતો

દારુના નશામાં ધૂત હતો
પોલીસ કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, મેં હર્ષિલની પૂછ્યું કે, સતિષભાઈ સાથે તમે લાઈટબીલના પૈસા બાબતે ઝગડો કર્યો છે. જેથી પોલીસ મથક ચાલો. હર્ષિલ સાથે જાપ્તાના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ સોમચંદભાઈ, લોક રક્ષક પ્રશાંતકુમાર કરણભાઈ રાઠવા, તથા લોક રક્ષક ભીખાજી રતુજી, લોક રક્ષક શિવરામભાઈ બાબાભાઈ (તમામ નોકરી, પ્રતાપનગર હેડક્વાર્ટર) પણ પોલીસ મથક આવ્યા હતા. હર્ષિલે કેફી પીણું પીધું હોવાનું જણાઈ આવતા તેનું બ્રેથ એનેલાઈઝર મારફત ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોઝિટિવ પરિણામ આવ્યું હતું. હર્ષિલે તોતળાતી ઝીભે પોતે કાચા કામનો કેદી હોવાનું જણાવ્યું હતું.

મહાઠગે પોલીસ સામેજ એક વ્યક્તિને ધમકી આપી હતી

મહાઠગે પોલીસ સામેજ એક વ્યક્તિને ધમકી આપી હતી

પોલીસ સામે ધમકી આપી
પોલીસે હર્ષિલના ઘરમાંથી ખાલી ગ્લાસના બોટલ, ઠંડા પીણાની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તેને તેના ફ્લેટમાંથી ધરપકડ કરી લિફ્ટમાં નીચે ઉતરી રહી હતી. તે સમયે તે તેના મોબાઇલ ફોન દ્વારા કોઇને ધમકી આપી રહ્યો હતો. જે વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઇ હતી.

પેરોલ માટે બિમારીનું કારણ આપ્યું
મહાઠગ હર્ષિલ લીંબચીયા પેરોલ ઉપર આવ્યા બાદ દારુની મહેફીલો માણી રહ્યો હતો. અને લોકોને ધમકીઓ આપી રહ્યો છે. તેને કોણ છાવરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પેરોલ પર બહાર આવવા માટે તેણે સ્વજનનું તબીબી કારણ સામે આપ્યું હતું. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. તો તેવામાં તેને નશાનો સમાન કોણે પૂરો પાડ્યો, મહાઠગને કોનું પીઠબળ છે જે તેને આટલા કેસો નોંધાયા બાદ પણ તેવર એવાને એવા જ રાખે છે, આ બધા સવાલો લોક મુખે ચર્ચાઈ રહ્યા છે.

અનેક લોકો સાથે છેતરપિંડી
ઉલ્લેખનિય છે કે, મહાઠગ હર્ષીલ લીંબાચીયા સામે છેતરપિંડીની અનેક ફરિયાદો નોંધાઇ છે. તેણે અનેક લોકોને નોકરી અપાવવાની તેમજ એડમીશન અપાવવાના નામે લાખ્ખોની છેતરપિંડી કરી છે. છેતરપિંડીનો ભોગ બન્યા બાદ તેની પાસે કોઇ ઉઘરાણી આવે ત્યારે તે તેઓને ધમકીઓ આપી હતી. તેની સામે અનેક ફરિયાદો દાખલ થયા બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. અને છેલ્લા કેટલાંક સમયથી તે જેલમાં હતો. ચાર દિવસ પહેલાં પરિવારના સભ્ય બિમાર હોવાના બહાના હેઠળ પેરોલ રજા ઉપર બહાર આવ્યો હતો. અને પેરોલ ઉપર બહાર આવ્યા બાદ દારુના નશામાં એક વ્યક્તિ સાથે ઝઘડો કરતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Previous Post Next Post